બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કંગના રનૌતે ચાહકો આપ્યા ગુડ ન્યૂઝ, આ દિવસે ફિલ્મ ઈમરજન્સીની ટિકિટ માત્ર 99 રૂપિયા
Last Updated: 08:38 PM, 16 January 2025
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેની ફિલ્મ 'ઇમરજન્સી'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ ભજવી રહી છે. જો કે, આ ફિલ્મને લઈને દર્શકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એવામાં જ એક મોટા સમાચાર બહાર આવ્યા છે.
ADVERTISEMENT
સમાચાર એમ છે કે, કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની ટિકિટ હવે તમે ફક્ત 99 રૂપિયામાં જ બુક કરાવી શકો છો. 17 જાન્યુઆરી 2025ના રોજ 'સિનેમા લવર્સ ડે'ના ખાસ અવસર પર તમે આ આકર્ષક ઑફરનો ભરપૂર લાભ લઇ શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો: સૈફ અલી ખાન હુમલા કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની એન્ટ્રી, નામ સાંભળીને ગુનેગારો થરથર કાંપે છે
આ દિવસે ભારતમાં મોટાભાગના થિયેટર અને મલ્ટીપ્લેક્સમાં માત્ર 99 રૂપિયાની ટિકિટ પર તમે નવી અને જૂની બંન્ને ફિલ્મો જોઈ શકો છો. 99 રૂપિયામાં 'ઇમરજન્સી' જોવી એ સિનેમા લવર્સ માટે કોઈ ભેટથી ઓછું નથી. કંગના રનૌતની આ ફિલ્મ 1977ની ભારતીય ઈમરજન્સી પર આધારિત છે.
કંગના રનૌત દિગ્દર્શિત આ ફિલ્મ 'ઇમરજન્સી' 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. કંગના રનૌતની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં કંગના રનૌતની સાથે-સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, અશોક છાબરા, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, વિશાક નાયર અને સતીશ કૌશિક પણ ખાસ ભૂમિકામાં જોવા મળશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.