સરકારી કર્મચારીઓ માટે આ વર્ષે 2021ની દિવાળી ખૂબ જ ધમાકેદાક રહેવાની છે.
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ
આક્ટોબરમાં આવશે બમ્પર સેલેરી
જાણો 56,900 બેસિક સેલેરી પર આટલો વધશે DA
કેન્દ્રીય કર્મચારીઓને દિવાલી પહેલા મોટી ખુશખબર મળવાની છે. સરકારી કર્મચારીઓ માટે આ વર્ષે 2021ની દિવાળી ખૂબ જ ધમાકેદાર રહેવાની છે. હકીકતે કર્મચારીઓનો પગાર બે દિવસ બાદ 31 ઓક્ટોબરે આવશે. ઓક્ટોબર મહિનાની સેલેરીમાં કર્મચારીઓનું દિવાળી બોનસ આવશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દિવાળી બોનસની સાથે 31 ટકા મોંઘવારી ભથ્થુ આપશે. આ 1 જુલાઈ 2021થી લાગુ માનવામાં આવશે. એટલે કે કર્મચારીઓને 3 મહિનાના DA એરિયર મળશે. કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનાના એરિયર પણ ઓક્ટોબરના પગારમાં મોદી સરકાર આપશે.
આક્ટોબરમાં આવશે બમ્પર સેલેરી
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી બોનસની સાથે 31 ટકા DA અને 3 મહિનાના DA એરિયર કર્મચારીઓને ઓક્ટોબર મહિનાની સેલેરીમાં મળવાનું છે. તેના પર દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓની બમ્પર સેલેરી આવવાની છે.
સરકારે બીજી વખત વધાર્યું DA
કેબિનેટે ગયા અઠવાડિયે મોંઘવારી ભથ્થાને 3 ટકા વધારવાની જાહેરાત કરી હતી. નાણામંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને 1 જુલાઈ 2021થી મૂળ પગારના 28%થી વધારીને 31% કરી દીધું છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થુ વધારવાની સાથે એરિયર પણ મળશે. કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા DAની સાથે એરિયરનું પેમેન્ટ પણ આપવામાં આવશે.
56,900 બેસિક સેલેરી પર આટલો વધશે DA
કર્મચારીની બેસિક સેલેરી જો 56,900 રૂપિયા છે તો નવા મોંઘવારી ભથ્થા એટલે કે 31 ટકા હેઠળ 17639 રૂપિયા મોંઘવારી ભથ્થુ મળશે જ્યારે 28 ટકા સુધીના દરે 15,932 રૂપિયા મહિને મળતું હોત. એટલે કે કુલ 1707 રૂપિયા મહિને મોંઘવારી ભથ્થુ વધશે. એટલે કે સેલેરીમાં કુલ વધારો વાર્ષિક 20484 રૂપિયા થશે. ઓક્ટોબર મહિનામાં જો 3 મહિનાના એરિયર મળે છે તો 52,917 રૂપિયા એરિયરના પણ મળશે. ઓક્ટોબર મહિનાના એરિયર સાથે મળવા પર 4 મહિનાના DA 70,556 રૂપિયા આવશે. તેની સાથે કર્મચારીઓને દિવાળી બોનસ પણ મળશે.