બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / છેતરામણી સ્કીમનો ભોગ બનેલા 6 કરોડ લોકો માટે ગુડ ન્યૂઝ, પરત મળશે 50,000 કરોડ રૂપિયા

બિઝનેસ / છેતરામણી સ્કીમનો ભોગ બનેલા 6 કરોડ લોકો માટે ગુડ ન્યૂઝ, પરત મળશે 50,000 કરોડ રૂપિયા

Last Updated: 04:31 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્લ ગ્રુપે લોકોને પ્લોટની લાલચ આપીને ફસાવ્યા હતા. ત્યારબાદ આ રકમ અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી હવાલા દ્વારા દેશની બહાર મોકલવામાં આવી હતી.

Pearl Group Scam: પર્લ ગ્રુપે લોકોને પ્લોટની લાલચ આપીને ફસાવ્યા હતા. ત્યારબાદ આ રકમ અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી હવાલા દ્વારા દેશની બહાર મોકલવામાં આવી હતી.

પર્લ ગ્રુપની પોન્ઝી સ્કીમનો ભોગ બનેલા રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ છેતરપિંડીનો ભોગ બનેલા લગભગ 6 કરોડ રોકાણકારોને 50 હજાર કરોડ રૂપિયા રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સેબીએ પર્લ ગ્રૂપ પર ગેરકાયદેસર રીતે નાણાં એકત્ર કરવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો હતો. કંપની પર 18 વર્ષના સમયગાળામાં કરોડો રોકાણકારો પાસેથી આ રકમ લેવાનો આરોપ હતો. તેણે આ પોન્ઝી સ્કીમ હેઠળ રોકાણકારોને પ્લોટ આપવાનું વચન આપ્યું હતું. સીબીઆઈએ ફેબ્રુઆરી 2014માં આ મામલામાં એફઆઈઆર નોંધી હતી.

money-fraud-simple

પર્લ ગ્રુપે લોકોને પ્લોટ આપવાના બહાને ફસાવ્યા હતા

EDએ જસ્ટિસ લોઢા કમિટીને પર્લ એગ્રો ગ્રૂપની લગભગ 700 કરોડ રૂપિયાની જપ્ત કરેલી સંપત્તિની માહિતી આપી છે. આ પોન્ઝી સ્કીમના પીડિતોને મદદ કરવા માટે સુપ્રીમ કોર્ટે આ કમિટીની રચના કરી હતી. EDની તપાસમાં સામે આવ્યું છે કે પર્લ ગ્રુપે લોકોને પ્લોટ આપવાના બહાને ફસાવ્યા હતા. પરંતુ કંપનીએ રોકાણકારો પાસેથી મેળવેલ ભંડોળ કોલકાતામાં નોંધાયેલ શેલ કંપનીઓને આપ્યું હતું. આ પૈસાને રોકડમાં ફેરવીને હવાલા મારફતે દુબઈ મોકલવામાં આવ્યા હતા. આ પછી આ પૈસાની મદદથી હોટલ અને રિસોર્ટ ખરીદવામાં આવ્યા હતા.

Website Ad 3 1200_628

રોકાણકારો પાસેથી હડપ કરેલા નાણાંથી ઓસ્ટ્રેલિયામાં મિલકત ખરીદી

તપાસ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં પણ મોટી રકમમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. વર્ષ 2018માં EDએ પર્લ ગ્રૂપ અને તેના પ્રમોટર નિર્મલ સિંહ ભાંગૂની 462 કરોડ રૂપિયાની ઓસ્ટ્રેલિયામાં બે પ્રોપર્ટી જપ્ત કરી હતી. ચાર વર્ષ બાદ રૂ. 244 કરોડની અન્ય મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી. હવે તેમની કિંમત 1000 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ ન્યાયિક / 'સગીર સામે કપડાં ઉતારવા અને સેક્સ કરવું ગુનો'- હાઈકોર્ટનો મોટો ચુકાદો

20 કરોડથી વધુની કિંમતના 78 ફ્લેટના રિફંડ શરૂ

રિપોર્ટ અનુસાર EDએ પહેલાથી જ એસઆરએસ ગ્રુપના ગુરુગ્રામ સ્થિત પ્રોજેક્ટ એસઆરએસ પર્લ, એસઆરએસ સિટી, એસઆરએસ પ્રાઇમના 78 ઘર ખરીદનારાઓની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુની વાપસી શરૂ કરી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. ગયા અઠવાડિયે જ EDએ દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં 44 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ponzi Scheme SRS Group Pearl Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ