બ્રેકિંગ ન્યુઝ
VTV / good news by india govt on corona vaccine
Parth
Last Updated: 06:04 PM, 18 August 2020
ADVERTISEMENT
નીતિ આયોગે આપી માહિતી
ADVERTISEMENT
કોરોના વાયરસ મહામારીથી લડી રહેલા ભારતને બીમારીની રસીની રાહ છે ત્યારે વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટે ત્રણ અલગ અલગ કોરોના રસીનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે નીતિ આયોગે કોરોના વાયરસની રસીને લઈને કહ્યું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર જે ત્રણ રસી પર ભરોસો વ્યક્ત કર્યો હતો તે બધી રસી પર કામ ચાલી રહ્યું છે અને આજ-કાળમાં તેમાંથી એક રસી ત્રીજા ચરણમાં પણ પહોંચી જશે. અન્ય બે કોરોના રસી પહેલા અને બીજા ચરણમાં છે.
As far as vaccines are concerned, PM had assured the country on Independence Day. He had said that 3 vaccines are being developed in India & are in different stages. One of them will enter phase 3 trial today or tomorrow. The other 2 are in phase 1 & 2 trials: VK Paul, NITI Aayog pic.twitter.com/SZHJz9wREv
— ANI (@ANI) August 18, 2020
સરકાર રસી નિર્માતાઓના સતત સંપર્કમાં
આ સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે એક તરફ વૈજ્ઞાનિકો કોરોના રસી બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે અને ફાઈનલ પ્રોડક્ટ હાંસલ કરવાના કામમાં લાગેલા છે જેથી આપણા બધા માટે રસી ઉપલબ્ધ થઇ શકે. નિષ્ણાતોનું એક ગ્રુપ સતત રસી નિર્માતાઓ સાથે મળીને પ્રોડક્શન, પ્રાઈસિંગ અને ડીસ્ટ્રીબ્યુશન પર ચર્ચા ચર્ચા કરી રહ્યું છે.
સતત વધી રહ્યા છે કોરોના ટેસ્ટ
કોરોના વાયરસના લક્ષણો પર સરકારે કહ્યું કે બીમારીનું નવું રૂપ હજુ આવવાનું બાકી છે અને વૈજ્ઞાનિકો દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયથી જોડાયેલા રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં 19.70 લાખ દર્દીઓ સાજા થઇ ગયા છે જે એક્ટિવ કેસ કરતા 2.93 ગણા છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે મૃત્યુદર 2 ટકાથી ઓછો છે જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે જેની સંખ્યા 8,99,000 કરતા પણ વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.