good news 5g service in the country will start from august september internet speed
Good News /
ઈન્ટરનેટમાં મળશે 100 ગણી સ્પીડ, ભારતમાં 5G શરૂ થવાની ડેટ પણ ફાઇનલ, જાણીને થઈ જશો ખુશ
Team VTV02:27 PM, 12 May 22
| Updated: 02:34 PM, 12 May 22
દેશમાં 5G Serviceની શરૂઆત ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનાથી થઇ શકે છે. સરકારી સુત્રોએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે સ્પેક્ટ્રમ હરાજી જૂન અને જુલાઈની વચ્ચે શરૂ થવાની આશા છે. આ કામ યોગ્ય માર્ગે ચાલી રહ્યું છે.
દેશમાં 5G શરૂ થવાની તારીખ ફાઈનલ
સ્પેક્ટ્રમ હરાજી જૂન અને જુલાઈની વચ્ચે શરૂ થવાની આશા
ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાની શક્યતા
4G અને 5G શું અંતર હશે?
સુત્રો તરફથી જ્યારે પૂછવામાં આવ્યું કે દેશમાં પહેલો 5જી કોલ ક્યારે શરૂ થશે. તો સુત્રોએ જણાવ્યું કે આ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં શક્ય બનશે. સુત્રોએ કહ્યું કે 5જી માટે સ્પેક્ટ્રમ 20 વર્ષ અથવા 30 વર્ષ માટે આપવામાં આવે. આ મુદ્દો અત્યારે ખુલ્યો છે. 4જી અને 5જીની વચ્ચે સૌથી મોટુ અંતર ઈન્ટરનેટની સ્પીડ મામલે હશે. 5જીની સ્પીડ 4જીથી અનેક ગણી વધારે હશે. 4જીમાં 100 મેગાબિટ્સ પ્રતિ સેકન્ડની સ્પીડ મળી રહી છે. તો 5જીમાં આ 10 ગીગાબિટ્સ પ્રતિ સેકન્ડ સુધી પહોંચી જશે. એટલેકે 5જી વર્તમાન 4જી ટેકનિકની તુલનામાં સો ગણી ફાસ્ટ હશે.
આ રીતે બદલાશે ઈન્ટરનેટની દુનિયા
5જી આવ્યાં બાદ ઑટોમેશનનો દબદબો વધશે. ફેક્ટરીઓમાં રોબોટનો ઉપયોગ વધશે.
ઈ-કોમર્સ, ટેલી હેલ્થ અને ઑનલાઈન લર્નિગની પહોંચ દેશના ગામ-ગામ સુધી થઇ જશે.
5જી ટેકનોલોજીથી હેલ્થ કેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગ માટે નવા રસ્તા ખુલશે.
ઈન્ટરનેટ ઑફ થિંગ્સથી વધુ સિસ્ટમને કનેક્ટ કરવી સરળ બનશે.
નેટવર્ક કન્જેશન, બફરિંગ, લોડિંગ વગેરેની સમસ્યા બિલ્કુલ ખત્મ થઇ જશે.
આ શહેરોમાં સૌથી પહેલા સેવા શરૂ થશે
પ્રાપ્ત જાણકારી મુજબ, અમદાવાદ, બેંગ્લોર, ચંડીગઢ, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદ્રાબાદ, જામનગર, કોલકત્તા, ચેન્નઈ, લખનઉ, પુણે, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સૌથી પહેલા 5G સર્વિસ મળશે. મહત્વનું છે કે દેશમાં 5જી સેવા આપવાથી ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપની ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા કામ કરી રહી છે.