બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:11 PM, 2 December 2024
સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા કલાકોમાં, બજારમાં ખરીદી પાછી આવી અને સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. નિફ્ટીએ ઈન્ટ્રાડે 24,300ની સપાટી વટાવી હતી. બેન્ક નિફ્ટી તળિયેથી 350 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ દિવસના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. રિયલ્ટી અને મેટલ શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ 1% થી વધુ વધીને બંધ થયા છે.
ADVERTISEMENT
અલ્ટ્રાટેક સિમેન્ટ, અપોલો હોસ્પિટલ્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એચડીએફસી લાઈફ, સિપ્લા, એનટીપીસી, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એલએન્ડટી નિફ્ટીના ટોપ લોઝર છે.
આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો, મીડિયા ઈન્ડેક્સ 1 ટકા વધીને બંધ થયા છે. જ્યારે BSE મિડ અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે.
ADVERTISEMENT
કારોબારના અંતે સેન્સેક્સ 445.29 પોઈન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે 80,248.08 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 144.95 પોઈન્ટ અથવા 0.6 ટકાના વધારા સાથે 24,276.05 પર બંધ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT