ગમખ્વાર અકસ્માત /
ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના સળગી જતા મોત
Team VTV08:20 AM, 02 Jan 21
| Updated: 08:44 AM, 02 Jan 21
રાજકોટના ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ત્રણ લોકોના મૃત્યું થયા છે.
ગોંડલના બિલિયાળા ના પાટિયા પાસે અકસ્માત
કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત
ટ્રક અને કાર સામ-સામે ભટકતા સળગી ઉઠ્યા હતા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યું થયા છે. ટ્રક અને કાર સામ-સામે ભટકાતા સળગી ઉઠ્યા હતા.
અકસ્માત બાદ અચાનક આગ લાગ કારમાં બેઠેલા 3 લોકો સળગી જતા મૃત્યું થયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ગોંડલના બિલિયાળા પાટિયા પાસે ટ્રક અને કાર સામ-સામે ટકરાતાં બંનેમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇને કારમાં બેઠેલા લોકોના સળગી જતાં મૃત્યું પામ્યાં છે.
આ અકસ્માત સર્જાતા નજીકના લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ કરી હ તી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.