બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેવી રીતે પકવાય ચાઈનીઝ લસણ? 2006થી પ્રતિબંધિત લસણ ગોંડલ કેવી રીતે પહોંચ્યું?

રાજકોટ / કેવી રીતે પકવાય ચાઈનીઝ લસણ? 2006થી પ્રતિબંધિત લસણ ગોંડલ કેવી રીતે પહોંચ્યું?

Last Updated: 10:39 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ લસણનો રંગ તો સફેદ છે જ જેની સાઈઝ પણ નોરમલ લસણથી ખુબ મોટી છે પરંતુ જેટલું આ લસણ સુંદર દેખાય છે. તેટલું જ તે ખતરનાક પણ છે.

શું તમે બજારમાં લસણની ખરીદી માટે જાઓ છો. અને મોટી કળી વાળું લસણ ખરીદવાનું પસંદ કરો છો. તો આજે તમારે આ સમાચાર ખાસ વાંચવા જોઈએ. કારણ કે, તમે બજારમાં જે સફેદ અને મોટી કળી વાળા લસણ જોઈ રહ્યા છો તેને ચીનથી આયાત કરવામાં આવે છે અને આ ચાઈનીઝ લસણ તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્યની સાથે-સાથે દુનિયા માટે પણ મોટો ખતરો છે અને હવે ચાઈનીઝ લસણ આપાણા ગુજરાતમાં પણ ઘુસી ગયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ વેચાવા માટે આવતા વિવાદ થયો છે

માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપાયું ચાઈનીઝ લસણ

ચીની લસણ જે દેખાવમાં તો સફેદ-સફેદ અને ખુબ સુંદર લાગે છે. આ લસણનો રંગ તો સફેદ છે જ પરંતુ જેની સાઈઝ પણ નોરમલ લસણથી ખુબ મોટી છે. જેથી તેને ફોલવું ખુબ સરળ છે. પરંતુ જેટલું આ લસણ સુંદર દેખાય છે. તેટલું જ તે ખતરનાક પણ છે. જે ચાઈનીઝ વલસણ પર 2006થી જ પ્રતિબંધ છે. તે ચાઈનીઝ લસણના 30 કટ્ટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે પહોંચી ગયા. અંદાજીત 700 કિલો લસણ કોઈ હરાજી માટે લાવ્યું. પરંતુ આ અંગે જાણ થતાં જ વેપારીઓએ હરાજી તો અટકાવી જ. સાથે-સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ જાણ કરી અને આ લસણ ક્યાંથી આવ્યું. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ચાઈનીઝ લસણની ગટરના પાણીથી ખેતી થાય છે

ચાનીઝ લસણ જેટલું રુપાળું લાગે છે. તેટલું જ સ્વાસ્થ્ય માટે જોખમી પણ છે. આ લસણની ખેતી કેવી રીતે થાય છે તે તમે જાણશો તો ચોંકી જશો. તમને માન્યમાં નહીં આવે પરંતુ આ ચાઈનીઝ લસણની ગટરના પાણીથી ખેતી થાય છે. જેથી તે લેડ, આર્સેનિક, મર્કરી અન્ય હેવી મેટલથી જલ્દી તૈયાર થઈ શકે છે. એટલું જ નહીં તેને સફેદ રાખવા માટે ક્લોરીનથી બ્લીચ કરવામાં આવે છે. અને બ્લીચ માટે મિથાઈલ બ્રોમાઈડ કેમિકલનો ઉપયોગ થાય છે. હવે તમેજ વિચાર કરી લો કે, આવા હાનિકારક કેમિકલથી તમારા સ્વાસ્થ્ય પર કેટલું જોખમ ઉભું થઈ શકે છે. જોખમ અંગે પણ વાત કરીશું. પરંતુ આ ચાઈનીઝ લસણની એન્ટ્રી મુદ્દે વિપક્ષના નેતાએ સરકારને કેવી રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો જરા તે પણ સાંભળો.

આ પણ વાંચો: રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ, 113 કરોડની પચાવી પાડી જમીન, તંત્ર મૂકપ્રેક્ષક

PROMOTIONAL 12

આ લસણ કેન્સરનો ખતરો ઉભો કરી શકે છે

હવે અમે આપને એ પણ જણાવીએ કે, કેવી રીતે ચાઈનીઝ લસણ તમને બીમાર કરી શકે છે. ચાઈનીઝ લસણમાં હેવી મેટલના કારણે બોન કેન્સરનો અથવા અન્ય કેન્સરનો ખતરો ઉભો કરી શકે છે. ચાઈનીઝ લસણના કારણે ચેપી અને બિન ચેપી બીમારીઓ થઈ શકે છે. જ્યારે મિથાઈલ ક્રોમાઈડના કારણે શ્વાસને લગતી બીમારીઓ પણ થઈ શકે છે. આ સિવાય તમારી નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે. આમ ચાઈનીઝ લસણ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાંબાગાળે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં આ ચાઈનીઝ લસણ તમારા ખિસ્સાનું ભારણ પણ વધારી શકે છે. કારણ કે, ચાઈનીઝ લસણ દેશી લસણથી 50 થી 100 રૂપિયા પ્રતિકિલો મોંઘુ હોય છે. ચાઈનીઝ લસણની આયાતથી ખેડૂતોને પણ ભારે નુકસાન થાય છે. કારણ કે, લોકો સાઈઝમાં મોટું હોવાથી ચાઈનીઝ લસણ વધુ ખરીદે છે. પરંતુ આ ચાઈનીઝ લસણ તમને બીમાર પાડી શકે છે. એટલે જો હવે ખરીદતા હોય તો સાવધાન થઈ જજો. અને ગુજરાતમાં આ લસણ કોણ લાવ્યું તે પણ એક મોટો સવાલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Chinese garlic issue Chinese Garlic Opposition Rajkot Chinese Garlic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ