બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ગોલમાલ 5 માટે ફેન્સ તૈયાર થઇ જાય, રોહિત શેટ્ટીએ આપી લેટેસ્ટ અપડેટ, કહ્યું 'સિરીઝ તો...'
Last Updated: 11:02 AM, 24 July 2024
રોહિત શેટ્ટી બોલિવુડના એક્શન ડાયરેક્ટર્સમાંથી એક છે. તેમની ફિલ્મોમાં જેટલું એક્શન થાય છે તેટલું જ ફન પણ હોય છે. હાલ તે સિંઘમ અગેનની રિલીઝને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે તેમણે પોતાની વધુ એક ફ્રેન્ચાઈઝી ફિલ્મ વિશે મોટી અપડેટ આપી છે. તેમણે બધાની ફેવરેટ ફિલ્મ ગોલમાલના પાંચમાં સીક્વલને લઈને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે શું ગોલમાલ 5 આવશે કે નહીં?
ADVERTISEMENT
રોહિત શેટ્ટીએ ફેંસને જણાવ્યું છએ કે ગોલમાલ-5 પાઈપલાઈનમાં છે. એક ઈન્ટરવ્યૂમાં રોહિત શેટ્ટીની સવાલ કરવામાં આવ્યો કે શું ગોલમાલ 5 સાથે જોડાયેલી કોઈ અપડેટ આપી શકો છો? તો તેમણે કહ્યું કે હાલ અપકમિંગ મૂવી પર કામ ચાલી રહ્યું છે અને તેમાં સમય લાગી શકે છે.
ADVERTISEMENT
રોહિત શેટ્ટીએ ગોલમાલ-5 પર શું કહ્યું?
રોહિત શેટ્ટીએ કહ્યું, હાલ સમય છે. ગોલમાલ સીરિઝ તો બનતી રહેશે. એવું તો ન બની શકે કે ફિલ્મો ન બને. પરંતુ તેમાં સમય લાગશે. રોહિત શેટ્ટીએ પોતાના કરિયરમાં જે યુનિવર્સ બનાવ્યું છે તેના વિશે તેમણે કહ્યું કે તે તેમના દિલના ખૂબ જ નજીક છે. મને તેના પર ખૂબ જ ગર્વ છે. પછી તે ગોલમાન સીરિઝ હોય કે પછી કોપ યુનિવર્સ.
રોહિતની આવનાર ફિલ્મ
હાલ રોહિત શેટ્ટી સિંઘમ અગેન લઈને દિવાળી પર આવી રહ્યા છે. ત્યાં જ 27 જુલાઈએ તે ટીવી પર પણ જોવા મળશે ખતરો કે ખિલાડી 14માં. તેની શૂટિંગ રોમાનિયામાં થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.