ખગોળશાસ્ત્રીઓ તારાની આસપાસ રહેતા યોગ્ય ગ્રહોની શોધ કરી રહ્યા છે. આ ક્ષેત્રને ગોલ્ડીલોક્સ ઝોન પણ કહેવાય છે. તેનું તાપમાન ગ્રહની સપાટી પર પાણીના અસ્તિત્વ માટે અનુકૂળ હોય છે. ખગોળ વિજ્ઞાનીઓનું કહેવું છે કે એવા તારા પણ છે, જે ગોલ્ડીલોક્સ સ્ટાર કહેવાય છે. આ તારા વધુ ગરમ કે ઠંડા હોતા નથી. તેની સૌથી મોટી વાત એ છે કે તે જીવનને અનુકૂળ ગ્રહને પ્રતિકૂળ હોતા નથી.
આ પ્રકારના તારા વધુ ગરમ કે વધુ ઠંડા હોતા નથી
સૂર્યની અંદરનું બંધારણ (Source : Wikipedia)
સંશોધક એડવર્ડ ગિનિયને જણાવ્યું કે આવા તારા જે ઠંડા અને સૂર્યની તુલનામાં ઓછા ચમકીલા હોય છે તેને 'કે-ડ્વાર્ફ' ઝોનમાં રાખવામાં આવે છે અને તેને ગોલ્ડીલોક્સ સ્ટાર કહેવાય છે. આપણી આકાશગંગામાં સૂર્યની જેમ કે-ડ્વાર્ફ ત્રણ ગણો વધુ છે.
ગોલ્ડીલોક્સ(હેબીટેબલ ઝોન) (Source : Wikipedia)
સૂર્યના મિલ્કીવે આકાશગંગાથી ૧૦૦ પ્રકાશવર્ષના અંતરમાં લગભગ એક હજાર ડ્વાર્ફ તારા રહેલા છે. સંતરાના રંગના આ તારાનું અસ્તિત્વ ૧૫ થી ૪૫ અબજ વર્ષ જૂનું છે.
M 18 ગેલેક્સી (Source : Wikipedia)
તુલનાત્મક રીતે જોવામાં આવે તો આપણો સૂર્ય પહેલાં જ અડધું જીવન પૂરું કરી ચૂક્યો છે, જેનું જીવનચક્ર માત્ર ૧૦ અબજ વર્ષ છે. સૂર્યના આ જ તેજ દરના કારણે પૃથ્વી વ્યાપક રીતે આગામી એક કે બે અબજ વર્ષમાં રહેવા યોગ્ય નહીં હોય. ગિનિયને જણાવ્યું કે સૂર્ય જેવા તારા ગ્રહ પર જીવન અનુકૂળ વાતાવરણને સીમિત કરી દે છે.