બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સિલ્વર અને ગોલ્ડ ખરીદવાની સોનેરી તક, ધાર્યા બહાર ઘટયા ભાવ, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Last Updated: 04:28 PM, 9 November 2024
Gold Silver Price Today 9 November 2024: છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. 24 કેરેટ સોનાની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત પણ 100000 રૂપિયા પ્રતિ કિલોગ્રામને વટાવી ગઈ છે. જોકે દિવાળીથી સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ધનતેરસ બાદ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
11 દિવસમાં ચાંદી 5000 રૂપિયા સસ્તી થઈ
ADVERTISEMENT
29મી ઓક્ટોબરે ધનતેરસ હતી અને આ દિવસે ચાંદીની કિંમત 99,000 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 80600 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 73900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જો કે 11 દિવસમાં એટલે કે 9 નવેમ્બરે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ અને ચાંદી પ્રતિ કિલોગ્રામ ઘટી છે. ચાંદીની કિંમતમાં 5000 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતમાં 1,240 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ ગજબ ! ગામની છોકરીએ શેરબજારમાંથી કમાવી લીધાં 2 કરોડ, જુગાડ કામ લાગ્યો
આજે સોના અને ચાંદીના ભાવ
આજે એટલે કે 9 નવેમ્બરે 22 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 79,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીની કિંમત 94,000 રૂપિયા પ્રતિ કિલો છે. આવો અન્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ શું છે? જાણીએ.
નોંધ- ઉપર જણાવેલ સોના અને ચાંદીની કિંમતમાં GST, મેકિંગ ચાર્જ વગેરેનો સમાવેશ થતો નથી. આવી સ્થિતિમાં સોના અને ચાંદીના દર અલગ અલગ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.