મહારાષ્ટ્રમાં પોલીસે એક ઉંદરના કબજામાંથી મહિલાનું 10 તોલા સોનું છોડાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં મહિલાનું 10 તોલા સોનું ખોવાયું
ભૂલથી સોનું ભરેલી બેગ ભીખારીને આપી દીધી
ભીખારીએ કચરાપેટીમાં ફેંકી દીધી
ખાવાનું સમજીને ઉંદર બેગ લઈને ઘૂસી ગયો ગટરમાં
પોલીસે ગટર ફેંદીને ઉંદરના કબજામાં છોડાવ્યું સોનું
બેન્કમાં ગીરવે રાખવાનું 10 તોલા સોનું પહેલા ભીખારી અને પછી ઉંદર અને છેક છેલ્લે ગટરમાંથી મળ્યું તેવો એક રસપ્રદ કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલાનું 10 તોલા સોનું ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે પોલીસ પાસે મદદ માંગી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખૂબ જ ફિલ્મી અંદાજમાં આ કેસમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા હતા. જો કે હવે ખૂબ જ રસપ્રદ રીતે પોલીસે સોનું રિકવર કરી લીધું છે, જેના કારણે સમગ્ર દેશમાં આ કેસની ચર્ચા થઇ રહી છે.
સોનું બેન્કમાં ગીરવે મૂક્યું હતું
વાસ્તવમાં ડિંડોશી પોલીસ સ્ટેશન હેઠળ રહેતી સુંદરી પ્લાનિબેલ પર દેવું હતું. તેને ચૂકવવા માટે તેણે ઘરમાં રહેલું સોનું બેંકમાં ગીરવે મૂકવાનો વિચાર કર્યો. પોતાની બેગમાં સોનું લઈને તે ઘરની બહાર નીકળી હતી, જેની સાથે તેણે બ્રેડ પણ રાખી હતી. આ દરમિયાન રસ્તામાં રમી રહેલા બાળકોને બ્રેડ સમજીને ભૂલથી સોનું ભરેલું થેલી આપી દીધી હતી.
Maharashtra: 10 tola gold worth Rs 5 lakhs recovered from clutches of rats in a gutter near Gokuldham Colony, Mumbai
A woman on her way to deposit jewellery in a bank gave it away to children on street, mistaking it to be bread; children threw it into garbage dump...:SI C Gharge pic.twitter.com/Vj7uxaUJdk
બાળકોએ સોનું ભરેલી બેગ કચરાના ઢગલામાં ફેંકી દીધી
જ્યારે તે બેંક પાસે પહોંચી તો તેણે જોયું કે તેની બેગમાં સોનું નથી. આ પછી તેને ધ્રાસકો પડ્યો હતો અને તેણે મગજનું કસ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેણે સોનું ભરેલી બેગ તો પેલા બાળલકોને આપી હતી અને આ વિચાર આવતા તે હાંફળી-ફાંફળી દોડી આવી હતી પરંતુ ત્યારે બાળકો જોવા મળ્યાં નહોતા આથી તે પોલીસ સ્ટેશન દોડી હતી અને ફરિયાદ દાખલ કરી હતી જે પછી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે સીસીટીવીની મદદથી બાળકોને શોધી કાઢ્યાં હતા અને તેમને બેગ અંગે પૂછપરછ કરી હતી, બાળકોએ કહયું કે અમે થેલી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી આ પછી કચરાના ઢગલાની તપાસ શરૂ થઈ હતી. સીસીટીવીની મદદથી જાણવા મળ્યું કે, ત્યાં હાજર ઉંદરોએ બ્રેડ ખાધી હતી અને સોનું ભરેલી થેલી લઈને ગટરમાં જતા રહ્યાં હતા.
ગટરમાં ઉંદર સાથે મળી આવી સોનું ભરેલી બેગ
પોલીસની ટીમે ઉંદરનો પીછો કર્યો, જેના પર તેમને ગટરની અંદર એક બેગ મળી, જેમાં મહિલાના તમામ દાગીના હતા. કાનૂની કાર્યવાહી પૂરી કર્યા બાદ તેમનું સોનું તેમને પરત આપવામાં આવ્યું હતું. જે બાદ મહિલાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.