બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:10 AM, 7 September 2022
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની અસર આજે ભારતીય રિટેલ બુલિયન માર્કેટ અને વાયદા બજાર પર જોવા મળી રહી છે. ગઈકાલે ગ્લોબલ માર્કેટમાં સોનું 0.9 ટકા તૂટ્યું હતું અને આજે સોનું 1.22 ટકાના ઘટાડા પર છે. આજે ભારતીય સરાફા માર્કેટમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનામાં લગભગ 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો રહ્યો છે. રિટેલ માર્કેટમાં સોનાના ભાવમાં ઘણો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
દેશમાં રિટેલ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ
દેશના રિટેલ માર્કેટમાં આજે 22 કેરેટ શુદ્ધતાનું સોનું આજે પ્રતિ 10 ગ્રામ રૂ. 500 સસ્તું થયું છે અને 24 કેરેટ શુદ્ધતાનું સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 550 સસ્તું થયું છે. દિલ્હીમાં 22 કેરેટ શુદ્ધતા માટે સોનું 500 રૂપિયા ઘટીને 46550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.550 ઘટીને રૂ.50,770 પર છે.
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ
વાયદા બજારમાં એમસીએક્સ પર સોનું રૂ. 236 અથવા 0.47 ટકા ઘટીને રૂ. 50,045 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ ભાવ ઓક્ટોબર વાયદા માટે છે. આ સિવાય ચાંદીની કિંમત પર નજર કરીએ તો તે 361 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે. તેનો ડિસેમ્બર વાયદો 0.68 ટકા ઘટીને રૂ. 52,785 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી રહ્યો છે.
જાણો ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1.22 ટકા ઘટીને 1693.05 ડોલર પ્રતિ ઔંસ પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદી 1.94 ટકાના ઘટાડા સાથે 17.86 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.