બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનું હાલ લેવાય કે નહીં? આ આંકડા પરથી કરો નક્કી, ફાયદામાં રહેશોએ પાક્કું

લેટેસ્ટ ભાવ / સોનું હાલ લેવાય કે નહીં? આ આંકડા પરથી કરો નક્કી, ફાયદામાં રહેશોએ પાક્કું

Last Updated: 11:53 AM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તહેવારોની સિઝનમાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એ પહેલા કિંમત જાણી લો. આજે સોના-ચાંદીના ભાવમાં થોડી વધઘટ જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે પણ આજે દેશમાં 9 સપ્ટેમ્બરે સોનાના ભાવ સ્થિર છે પરંતુ ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. એવામાં જો તમે તહેવારોની સિઝનમાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા સોના-ચાંદીની કિંમત જાણી લો.

gold-price-final

આજે ભારતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 66,940 રૂપિયા છે, જ્યારે ગઇકાલે ભાવ 66,950 હતો. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત આજે 73,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 73,020 રૂપિયા હતો. જો કે બજારના જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે.

PROMOTIONAL 11

સોમવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 500 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં ચાંદીની કિંમત 85000 રૂપિયા છે, જે 1 સપ્ટેમ્બરના રોજ 87000 રૂપિયા હતી. જાણીતું છે કે ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 96,500 રૂપિયા રહી છે અને આ વર્ષે જ અમુક શહેરોમાં ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પણ કરી ગયો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે થોડા દિવસો સુધી સતત સોનું સસ્તું થયું. પરંતુ તે ફરીથી ઝડપી છલાંગ સાથે આગળ વધવાનું શરૂ કર્યું છે. હવે એવું માનવામાં આવે છે કે સોનાની કિંમત આગામી 3 મહિનામાં રેકોર્ડ તોડી શકે છે.

વધુ વાંચો: દુનિયાના અમીરોની આવક ઘટી! અંબાણી અને અદાણીને પણ ફટકો, જુઓ ટોપ 10 અબજોપતિનું લિસ્ટ

નિષ્ણાતોનું માનીએ તો દિવાળી સુધી સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તે દરમિયાન સોનાનો ભાવ 76 હજાર રૂપિયાને પાર કરી શકે છે. સાથે જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પછી પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Silver Price Gold Silver Rates Gold Silver Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ