બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજે સોના ચાંદીનું બજાર કેવું? લગ્ન સિઝન ટાણે ભાવમાં સામાન્ય વધારો, જાણો લેટેસ્ટ રેટ

બિઝનેસ / આજે સોના ચાંદીનું બજાર કેવું? લગ્ન સિઝન ટાણે ભાવમાં સામાન્ય વધારો, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 10:08 AM, 14 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. 24 કેરેટ સોનાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે દસ ગ્રામ સોનું હવે 80,080 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

એક તરફ શેરબજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો હતો, તો બીજી તરફ સોનાના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. 14 જાન્યુઆરીના શરૂઆતના કારોબારમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં 10 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે દસ ગ્રામ સોનાનો ભાવ હવે 80,080 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો થયો છે. હવે દસ ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 73,410 રૂપિયા પર પહોંચી ગયો છે. જયારે ચાંદીના ભાવમાં પણ 100 રૂપિયાનો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ 94,600 રૂપિયા પર પહોંચી ગયો છે.

gold-price-final

મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને હૈદરાબાદમાં, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹80,080 ના ભાવે અને 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹73,410 ના ભાવે વેચાઈ રહ્યું છે. જયારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 80,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 73,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હી, બેંગલુરુ અને કોલકાતામાં ચાંદીનો ભાવ 94,600 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ચેન્નઈમાં ચાંદીનો ભાવ 1,02,100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ

મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. યુએસ સોનાના ભાવ 0.3% વધીને $2,671.13 પ્રતિ ઔંસ થયા. સોનાના વાયદાના કોન્ટ્રેક્ટમાં પણ 0.4%ની તેજી આવી છે, જેનાથી ભાવ વધીને $2,688.40 પ્રતિ ઔંસ થઈ ગયા છે. ચાંદીના ભાવ 0.2% વધીને $29.67 પ્રતિ ઔંસ પર પહોંચી ગયા.

gold-final

આ કારણથી વધી રહ્યા છે સોનાના ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે સોનાની ચાલમાં તેજી આવી છે. તેમનું કહેવું છે કે ચાંદીના ઔદ્યોગિક ઉપયોગને કારણે ભાવ વધી રહ્યા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે સોના અને ચાંદીના ભાવે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા હતા. નિષ્ણાતો કહે છે કે 2025 માં પણ સોનું સારું વળતર આપતું રોકાણ સાબિત થશે.

ભાવમાં આટલો ફરક કેમ?

દરેક શહેરમાં સોનાના ભાવ અલગ અલગ કેમ હોય છે? બધા શહેરોમાં ભાવ એક સરખા કેમ નથી હોતા? વાસ્તવમાં, સોનાની કિંમત ઘણી બાબતો પર આધાર રાખે છે અને તેમાં ટેક્સ સૌથી મહત્ત્વપૂર્ણ છે. રાજ્ય સરકારો દ્વારા સોના પર સ્થાનિક કર લાદવામાં આવે છે, જે દરેક રાજ્ય અને શહેરમાં અલગ અલગ હોય છે, જેના કારણે તેના ભાવમાં ફરક જોવા મળે છે.

PROMOTIONAL 13

કેવી રીતે પ્રભાવિત થાય છે કિંમતી ધાતુના ભાવ?

દેશમાં સોનાના ભાવ માત્ર માંગ અને પુરવઠાથી પ્રભાવિત નથી થતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી પ્રવૃત્તિઓથી પણ પ્રભાવિત થાય છે. લંડન ઓટીસી સ્પોટ માર્કેટ અને કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ માર્કેટ સહિત મુખ્ય વૈશ્વિક બજારોમાં ટ્રેડિંગ પ્રવૃત્તિ દ્વારા પણ સોનાના ભાવ મોટાભાગે પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો: શેર બજારમાં 'લીલો સૂરજ' ઊગ્યો, ઉત્તરાયણ પર ધમાકેદાર ઓપનિંગ, આ શેરમાં 6 ટકાની અપર સર્કિટ

કોણ નક્કી કરે છે ભાવ?

સોનાની કિંમત વિશ્વભરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા નક્કી કરવામાં આવે છે. તે સોનાના ભાવ યુએસ ડોલરમાં પ્રકાશિત કરે છે, જે બેંકરો અને બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. જયારે આપણા દેશમાં, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરીને નક્કી કરે છે કે રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Silver Rate Gold Price Update Gold Silver Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ