બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:07 PM, 18 September 2024
Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ આવી છે. ચાંદીની કિંમતમાં 369 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આજે 24 કેરેટ સોનું 222 રૂપિયા સસ્તું થયું અને 73505 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું છે. નોંધનિય છે કે, મંગળવારે સોનું રૂ.73276 પર બંધ થયું હતું.
ADVERTISEMENT
આવો જાણીએ 14 થી 23 કેરેટ સોનાના ભાવ
ADVERTISEMENT
આજે 23 કેરેટ સોનાનો ભાવ 222 રૂપિયા ઘટીને ₹72761 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનું 66918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આજે તેમાં રૂ. 203નો ઘટાડો નોંધાયો છે. આ સાથે 18 કેરેટ સોનાના ભાવમાં 166 રૂપિયાનો ઘટાડો થયો છે અને તે 54791 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યો છે. 14 કેરેટ સોનાનો ભાવ આજે 130 રૂપિયા નબળો પડ્યો અને 42737 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો.
ADVERTISEMENT
શું તમે જાણો છો સોના-ચાંદીના ભાવ કોણ નક્કી કરે છે?
સોના અને ચાંદીના આ દર IBJA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આના પર કોઈ GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી. શક્ય છે કે તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં રૂ. 1000 થી રૂ. 2000 નો તફાવત હોય.
ADVERTISEMENT
ADVERTISEMENT
GST સહિત સોના-ચાંદીના દર
24 કેરેટ સોનાનો ભાવ GST સાથે હવે 75245 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જેમાં 2191 રૂપિયાનો GST સામેલ છે. GST સાથે 23 કેરેટ સોનાની કિંમત 74943 રૂપિયા છે. 3% GST મુજબ તેમાં 2182 રૂપિયા વધુ ઉમેરવામાં આવ્યા છે. જો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે તે GST સાથે 68925 રૂપિયા પર પહોંચી ગયો છે. તેમાં GST તરીકે રૂ. 2007નો સમાવેશ થાય છે. 18 કેરેટ સોનાનો ભાવ હવે 1643 રૂપિયાના GST સાથે 56434 રૂપિયા થઈ ગયો છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો હજુ આમાં સામેલ નથી. GST સહિત એક કિલો ચાંદીનો ભાવ 89783 રૂપિયા પર પહોંચી ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.