gold silver price rate update will gold prices decrease in 2021 india gold may fall down 5000 rupees per ten grams
મોટા સમાચાર /
સોનાના ભાવ 5000 રુ. પ્રતિ 10 ગ્રામ ઘટી શકે છે, આ છે કારણ, રોકાણ કરતા પહેલા આ વાંચી લો નહીંતર
Team VTV12:17 PM, 23 Nov 20
| Updated: 12:20 PM, 23 Nov 20
આ વર્ષે દુનિયાભરમાં કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે. ત્યારે સોનાનું સુરક્ષિત રોકાણનું સારુ માધ્યમ બન્યું હતું. સંકટના સમયે સોનાને સૌથી સારા રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ હવે કિંમતોમાં ઘટાડો આવી રહ્યો છે. અમેરિકન ડૉલર અને કોરોનાની રસીના સમાચારોની વચ્ચે સોના -ચાંદી સસ્તા થયા છે. ગોલ્ડ ઈડીએફમાં પણ રોકાણમાં કંઈ ખાસ રસ નહીં બતાવી રહ્યા. ઓગસ્ટ બાદથી અત્યાર સુધી સોનું લગભગ 6 હજાર પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે.
હાલના સ્તરમાં સોનામાં 5 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ શકે છે.
સોનાના ભાવમાં 48 હજાર રુપિયા સુધી નીચે આવી શકે છે
સોનાની કિંમતો 45 હજાર રુપિયા સુધી ઘટી શકે છે
હવે કોરોનાની અસરકારક રસી જલ્દી આવવાના સમાચારથી સોનાના ભાવમાં 1 હજારનો ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટનું કહેવું છે કે સોનાની કિંમતોમાં ઘટાડાનું અનુમાન છે. નવા વર્ષ સુધી હાલના સ્તરમાં સોનામાં 5 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ શકે છે.
અમેરિકન દવા કંપની ફાઈજરે દાવો કર્યો છે કે તે રસીના ત્રીજા ચરણના ટ્રાયલમાં 95 ટકા સુધી સફળ જોવા મળી છે. મોર્ડનાનું કહેવું છે કે તેની રસી 94.5 ટકા કારગત છે. આ ઉપરાંત સીરમ ઈસ્ટીટ્યૂટે પણ કહ્યું છે કે ભારતમાં રસી 3-4 મહિનામાં ઉપલબ્ધ થશે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ કહ્યું કે કોરોનાની રસી 90 ટકા સુધી અસરકારક છે.
એસકોર્ટ સિક્યોરિટી રિસર્ચ હેડ આસિફ ઈકબાલે એક મીડિયા ગ્રુપને જણાવ્યું કે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો નવા વર્ષ સુધીમાં કોરોનાની રસી લોન્ચ થઈ જાય છે તો એમસીએક્સ પર સોનાની કિંમતો 45 હજાર રુપિયા સુધી ઘટી શકે છે. શોર્ટ ટમમાં સોનામાં ઘટાડો નજરે પડે છે. તેમનું કહેવું છે કે જો કોરોનાની રસી બજારમાં આવી ગઈ તો સોનાના ભાવમાં 48 હજાર રુપિયા સુધી નીચે આવી શકે છે.