બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / સોનાના ભાવમાં ભડકો! ગોલ્ડમાં 1,144 તો સિલ્વરમાં 2,607 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ
Last Updated: 01:37 PM, 13 September 2024
Gold Silver Price 13 Sep: આજે 24 કેરેટ સોનું રૂપિયા 72945 પર ખુલ્યું હતું. જ્યારે, 23 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 72653 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 66818 પર છે. 18 કેરેટનો દર રૂપિયા 54709 છે. ચાંદી 85795 રૂપિયા પર છે.
ADVERTISEMENT
બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં 1144 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો બમ્પર વધારો થયો છે. તો બીજી તરફ ચાંદી એક જ દિવસમાં 2607 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. આજે 24 કેરેટ સોનું 72945 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું છે. ગુરુવારે તે 71801 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે બંધ થયું હતું. બીજી તરફ ચાંદી પણ 85795 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : શેર બજાર ગગડયું! ઓલ ટાઈમ હાઈ બાદ ફરી ધબડકો, સેન્સેકસ-નિફ્ટીના જાણો હાલચાલ
આજે 23 કેરેટ સોનાનો ભાવ 1139 રૂપિયા મોંઘો થયો છે અને 10 ગ્રામ દીઠ રૂપિયા 72653 પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોના માટે તમારે 10 ગ્રામ દીઠ 66818 રૂપિયા ચૂકવવા પડશે. આજે આ સોનામાં 71048 રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે 18 કેરેટ સોનાના ભાવમાં 858 રૂપિયાનો વધારો થયો છે અને તે 10 ગ્રામ દીઠ 54709 રૂપિયાના દરે ખુલ્યો છે. તે જ સમયે, 14 કેરેટ સોનાની કિંમત આજે 669 રૂપિયા મજબૂત થઈને 42673 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો છે.
સોના અને ચાંદીના આ ભાવ IBJA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આના પર કોઈ GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી. શક્ય છે કે તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં રૂ. 1000 થી રૂ. 2000નો તફાવત હોય શકે છે.
24 કેરેટ સોનાનો GST સાથેનો ભાવ હવે 75133 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જેમાં 2188 રૂપિયાનો GST સામેલ છે. આ ઉપરાંત GST સાથે 23 કેરેટ સોનાની કિંમત 74832 રૂપિયા છે. 3 ટકા GST મુજબ તેમાં 2179 રૂપિયા વધુ ઉમેરવામાં આવ્યા છે. જો 22 કેરેટ સોનાના રેટની વાત કરીએ તો આજે તે GST સાથે 68822 રૂપિયા પર પહોંચી ગયો છે. તેમાં GST તરીકે રૂ. 2004નો સમાવેશ થાય છે. 18 કેરેટ સોનાનો ભાવ હવે 1641 રૂપિયાના જીએસટી સાથે 56350 રૂપિયા થઈ ગયો છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો હજુ આમાં સામેલ નથી. જીએસટી સહિત એક કિલો ચાંદીનો ભાવ 88368 રૂપિયા પર પહોંચી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.