બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:30 PM, 3 August 2024
Gold Silver Price : સોના-ચાંદીના ભાવ હાલ તો સસ્તા છે પણ હવે સંભવિત રીતે ટૂંક સમયમાં ભાવ વધી પણ શકે છે. સરકાર સોના અને ચાંદી પરનો GST દર વર્તમાન 3 ટકાથી વધારીને 5 ટકા કરી શકે છે. અગાઉ સરકારે બજેટમાં બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે ગોલ્ડ બાર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે. તેમજ એગ્રી ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) ઓન ડ્યુટી 5 ટકાથી ઘટાડીને 1 ટકા કરવામાં આવી છે. અત્યારે સોના પર 3 ટકા GST લાગે છે. આવી સ્થિતિમાં સોના પરનો કુલ ટેક્સ હવે 9 ટકા છે, જે પહેલા 18.5 ટકા હતો. એ જ રીતે ચાંદી પર અસરકારક કર દર પણ ઘટીને 9 ટકા થયો છે.
ADVERTISEMENT
GSTમાં થઈ શકે છે વધારો
ADVERTISEMENT
ઉદ્યોગના નિષ્ણાતોના મતે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો GST દરમાં વધારાનો મોટો સંકેત હોઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં GST દરોને સરળ અને તર્કસંગત બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. GST દર 3 ટકાથી વધીને 5 ટકા થવાની શક્યતા છે. કેડિયા કોમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે, સરકાર સોના અને ચાંદી પર જીએસટી દર વધારીને 5 ટકા કરે તેવી શક્યતા છે. જ્યારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી સોનાની દાણચોરી પર સકારાત્મક અસર પડશે જે તાજેતરના સમયમાં મોટા પાયે થઈ છે. GST દરમાં વધારો આવકના નુકસાનના એક ભાગની ભરપાઈ કરી શકે છે.
તો શું વધશે રાજ્ય સરકારોની કમાણી ?
રાજ્ય સરકારો માટે GST દરોમાં વધારો એ સારા સમાચાર છે કારણ કે વધેલા દરો તેમને કેન્દ્રીય કર આવકમાં તેમના હિસ્સા કરતાં વધુ કર આવક પ્રદાન કરશે. વધુમાં સેસ અને સરચાર્જની આવક રાજ્ય સરકારો સાથે વહેંચવામાં આવતી નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતના ભૂતપૂર્વ પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોને કરની આવકનો મોટો હિસ્સો મળતો હોવાથી તેઓ દાણચોરી સામે પગલાં લેવા વધુ વલણ ધરાવે છે.
વધુ વાંચો : EPFOના 7 કરોડ યુઝર્સ પર આવી સૌથી મોટી અપડેટ, બદલાયો PF એકાઉન્ટને લગતો આ નિયમ
નોંધનિય છે કે, દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ બજેટના દિવસે નીચલા સ્તરથી રૂ. 900થી વધુ વધી ગયા છે. ખાસ વાત એ છે કે, શુક્રવારે સોનાનો ભાવ 71 હજાર રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. ગુરુવારે 23 જુલાઈ પછી પહેલીવાર સોનું રૂ.70 હજારના સ્તરે પહોંચ્યું હતું. MCXના ડેટા અનુસાર શુક્રવારે સોનું રૂ. 165 ઘટીને રૂ. 69,954 પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. જોકે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું પણ 70,965 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો શુક્રવારે તેની કિંમતમાં 101 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે 23 જુલાઈ પછી ચાંદીના ભાવમાં કોઈ ખાસ રિકવરી જોવા મળી નથી. તેમ છતાં ચાંદીની કિંમત 23 જુલાઈના ઉચ્ચ સ્તર કરતાં 6,522 રૂપિયા ઓછી જોવા મળી રહી છે. જોકે શુક્રવારે ભાવ ઘટીને રૂ. 83,702 પર આવી ગયા હતા. જે રૂ.81,506ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.