સપ્તાહમાં સતત બીજા દિવસે સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં થતો ભાવમાં ઘટાડો અને સ્થાનિક જ્વેલર્સ તરફથી ઘટેલી સોનાની કિંમત માનવામાં આવી રહી છે. મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતો 31000 રૂપિયા પ્રતિ દસ ગ્રામની નીચે આવી ગઇ. તો બીજી બાજુ આ દરમિયાન ચાંદી 50 રૂપિયા કિલો સસ્તી થઇ ગઇ છે.
આજનો ભાવ
રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 99.9 અને 99.5 ટકા શુદ્ધતા 40-40 રૂપિયાના ઘટાડાની સાથે ક્રમશ: 31 360 અને 31 210 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો. છેલ્લા 3 દિવસથી સોનાના ભાવ 250 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી ઘટી ગયા છે.
શા માટે થયો ઘટાડો
સોનાના વેપારીઓનું કહેવું છે કે દુનિયાભરમાં સતત ઘટતા સોનાના ભાવની અસર ઘરેલૂ બજારમાં પણ જોવા મળી રહી છે.
વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.87 ટકા ઘટીને 1 241.50 ડોલર પ્રતિ થઇ ગઇ. ચાંદીની કિંમત 1.71 ટકા ઘટાડીને 15.82 ડોલર પ્રતિ આવી ગઇ છે.