બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:02 PM, 21 June 2024
1/5
આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં થયેલા વધારા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનું રૂ. 800 વધીને રૂ. 73,350 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ સતત ચોથા દિવસે રૂ. 1,400 વધીને રૂ. 93,700 પ્રતિ કિલોગ્રામ થયો હતો.
2/5
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 92,300 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, દિલ્હીના બજારોમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)ના ભાવ 73,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. આ અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 800 વધુ છે.
3/5
આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટ કોમેક્સમાં હાજર સોનાનો ભાવ 2,360 ડોલર પ્રતિ પર હતું. જે અગાઉના બંધ ભાવ કરતાં 28 ડોલર વધુ છે. ગાંધીએ જણાવ્યું હતું કે શુક્રવારે સોનાના ભાવમાં વધારો યુએસમાં અપેક્ષિત મેક્રો ઇકોનોમિક ડેટા કરતાં નબળા હોવાને કારણે થયો હતો. આનાથી યુએસ ફેડરલ રિઝર્વ વર્ષ 2024માં ઓછામાં ઓછા બે વખત વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા વધી ગઈ છે. ચાંદીનો ભાવ પણ 30.40 ડોલર પ્રતિ ઔંસ પર બોલાયો હતો. ગુરુવારે તે $30.15 પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.
4/5
5/5
5 જુલાઈ, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 1.44 ટકા અથવા 1322 રૂપિયા ઘટીને 90,343 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 1.59 ટકા અથવા 1489 રૂપિયાના ઘટાડા સાથે 92,364 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ