બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold rate today on 24 september 2021 check bullion market latest rates mcx trading

તમારા કામનું / તહેવારો પહેલા ગુડ ન્યૂઝ! આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, જાણો શું છે લેટેસ્ટ રેટ

Dharmishtha

Last Updated: 01:20 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડ કિંમતોમાં રાતો રાતની કિંમતોમાં ઘટાડાની અસર શુક્રવારે ઘરેલુ બુલિયન માર્કેટમાં જોવા મળ્યા.

  • સોનામાં 365 રુપિયા ઘટાડો નોંધાયો
  • સોનું 45, 141 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર 
  • મળી. બુલિયન માર્કેટમાં ચાંદી 21 રુપિયાના વધારા સાથે 59, 429 રુપિયા કિલો પર 


દિલ્હી બુલિયન માર્કેટમાં 24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ 24 સપ્ટેમ્બરે 2021એ 365 રુપિયા ઘટીને 45, 141 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું. સોનાની કિંમતો પર દબાણની અસર ચાંદી પર નથી જોવા મળી. બુલિયન માર્કેટમાં ચાંદીના હાજર ભાવમાં 21 રુપિયાના સામાન્ય વધારા સાથે 59, 429 રુપિયા કિલો પર નોંધાયો છે.

સોનું 45, 506 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર

બુલિયન માર્કેટમાં ગત ટ્રેડિંગ સેશન દરમિયાન ભાવ જોવા મળ્યા તો સોનું 45, 506 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર હતો. ત્યારે ચાંદીમાં 59, 408 રુપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર ખરીદી- વેચાણ કરવામાં આવી. અને ફ્યૂસર માર્કેટમાં શુક્રવારે ગોલ્ડમાં સામાન્ય વધારો રહ્યો. મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનાનો ભાવ 8 રુપિયાના વધારાની સાથે 46, 064 રુપિયા 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. હાજર ડિમાન્ડના ચાલતા એમસેક્સ પર કિંમતોને હળવો સપોર્ટ મળતો નજરે પડ્યો.

ઈન્ટનેશનલ માર્કેટમાં ભાવ

ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડની કિંમતોમાં ઉતાર ચઢાવ બનેલો છે. ગુરુવારે સોનું 17, 50 ડોલર પ્રતિ ઓંસની નીચે આવ્યું હતુ. જો કે શુક્રવારે સેશનમાં ઘટાડામાં ભરપાઈ જોવા મળી. પરંતુ ભાવમાં સ્થિરતા કહી. ન્યૂયોર્ક કમોડિટી એક્સચેન્જ (કોમેક્સ) પર ગોલ્ડ 1755 ડોલર પ્રતિ ઓંસની સ્તર પર ટ્રેડ કરતું નજર આવ્યું . ચાંદીમાં 22.68 ડોલર પ્રતિ ઔંસ પર ફ્લેટ કારોબાર નોંધાયો.

મિસ્ડ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Rates mcx trading ચાંદી ભાવ સોનું Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ