Gold Price / 3 દિવસ પછી આજે સસ્તુ થયું સોનું, જાણો કિંમતમાં કેટલો થયો છે ઘટાડો અને શું છે નવો ભાવ

gold rate today in india gold contracts lower at rs 50800 per 10 gram

મંગળવારે આંતરરાષ્ટ્રિય સ્તરે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરમાં આવેલા વધારાના કારણે સોનાના ભાવ ઘટીને 3 અઠવાડિયાની નીચેના સ્તરે આવ્યા છે. તેની અસર ઘરેલૂ માર્કેટમાં પણ જોવા મળી રહી છે. મંગળવારે કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર આજે શરૂઆતના કારોબારમાં ડિસેમ્બર ડિલિવરીનું સોનું 0.55 ટકા ઘટીને 50,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ સાથે ચાંદી વાયદા 1.2 ટકા ઘટીને 62,343 પ્રતિ કિલોગ્રામ પર આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ