બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / અમદાવાદ સહિત 10 શહેરોમાં આજે સોનાના ભાવ વધ્યા, શું આ વર્ષમાં ગોલ્ડ થશે સસ્તું?

બિઝનેસ / અમદાવાદ સહિત 10 શહેરોમાં આજે સોનાના ભાવ વધ્યા, શું આ વર્ષમાં ગોલ્ડ થશે સસ્તું?

Last Updated: 09:54 AM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, જ્યારે ચાંદી પણ ઊંચા સ્તરે છે. જાણી લો દેશના 10 મોટા શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ કેટલા છે...

સોનાના ભાવમાં તેજી ચાલુ છે. જો આમને આમ રહ્યું તો જલ્દી જ સોનાના ભાવ 87000 રૂપિયાનો આંકડો પાર કરી જશે. વર્ષ 2024 માં દેશમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 5 ટકા વધીને 802.8 ટન થઈ ગઈ. 2023 માં તે 761 ટન હતું. 2025 માં તે 700-800 ટન વચ્ચે રહેવાનો અંદાજ છે. 6 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 86250 રૂપિયા પર પહોંચી ગયો છે. ચાલો જાણીએ દેશના 10 મોટા શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમત શું છે.

gold-price_6ZFkbhq
  • દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો ભાવ 79110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો ભાવ 86300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • જયપુર અને ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે 22 કેરેટ સોનાની કિંમત 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
PROMOTIONAL 11

ચાંદીનો ભાવ

સોનાની જેમ ચાંદીનો ભાવ પણ વધી રહ્યો છે. 6 ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ 99,600 રૂપિયા પ્રતિ કિલો પર છે.

આ પણ વાંચો: સારી શરૂઆત બાદ બગડી શેર બજારની ચાલ, સેન્સેક્સ નિફ્ટી પર દિલ્હી એક્ઝિટ પોલની અસર

શું આ વર્ષે સસ્તું થશે સોનું?

31 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વે 2024-25 માં કહેવામાં આવ્યું કે 2025માં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. ઓક્ટોબર 2024 માટે વિશ્વ બેંકના 'કોમોડિટી માર્કેટ આઉટલુક'ને ટાંકીને, આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું કે 2025 માં કોમોડિટીના ભાવમાં 5.1 ટકા અને 2026 માં 1.7 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Hike Gold Rate Today in India Latest Gold Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ