બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gold rate today Gold price commodity market US dollar rate

ભાવ ઘટ્યા / સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો શું રોકાણ કરવાની આ યોગ્ય તક છે ?

Pravin Joshi

Last Updated: 03:43 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. અમેરિકી ડૉલર પ્રથમ 7 દિવસની સૌથી નીચી સપાટીને સ્પર્શ્યા બાદ બાઉન્સ બૅન્કના કારણે સોનાના ભાવ તૂટ્યા છે. તો શું ખરીદવાનો આ યોગ્ય સમય છે?

  • સોનાના ભાવમાં થયો ઘટાડો
  • ચાંદીના ભાવમાં વધારો નોંધાયો 
  • ડોલરની અસર સોનાના ભાવ પર પડી

સોનામાં રોકાણ આજકાલ દરેક માટે નફાકારક સોદો બની રહ્યો છે. તાજેતરમાં જ તેની કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને સ્પર્શી ગઈ હતી. પરંતુ છેલ્લા 7 દિવસના સૌથી નીચા સ્તરે જતા ડૉલરના રેટની અસર સોનાના ભાવ પર પણ પડી છે અને હવે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

શું સોનામાં રોકાણ કરવાની આ યોગ્ય તક છે...?

શુક્રવારે એમસીએક્સ પર એપ્રિલ માટે સોનાનો વાયદો ભાવ રૂ. 59,310 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આખા સપ્તાહમાં તેની કિંમતમાં 0.18 ટકાનો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતમાં નરમાઈ નોંધાઈ છે. જ્યારે નીચલા ભાગમાં તેની કિંમત 59,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી રહી. જોકે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. તેની કિંમત 70,404 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. જ્યારે તેની હાઈ કિંમતમાં રૂ. 71,481 અને નીચામાં રૂ. 69,911 પ્રતિ કિલો પર પહોંચી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ તૂટ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. શુક્રવારે સોનાની કિંમત $1,976.90 પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. તે ગયા સપ્તાહના $1,988.50 પ્રતિ ઔંસના સ્તરથી 0.58 ટકા નીચે છે. બજારના જાણકારોનું કહેવું છે કે યુએસ ડોલરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જ્યારે આ પહેલા તે 7 દિવસની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. તેની અસર સોનાના ભાવ પર પડી છે.

સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય?

અમેરિકાના ફેડરલ રિઝર્વે આ વર્ષે મોંઘવારી ઘટાડવા માટે સતત પગલાં લેવાની વાત કરી છે. તેથી બજાર નિષ્ણાતોનો અંદાજ છે કે યુએસમાં નીતિગત વ્યાજ દરો આ વર્ષે ઘટે તેવી શક્યતા નથી. આવી સ્થિતિમાં સોનું રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. સોનામાં રોકાણ કરતી વખતે નિષ્ણાતો 'બાય ઓન ડીપ્સ'ની ભલામણ કરે છે. મતલબ કે જ્યારે સોનાના ભાવમાં નરમાઈ આવે છે ત્યારે તેને ખરીદો,.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Gold Price Gold price outlook Gold rate today US Fed rate hike US dollar rate US dollar to INR bank crisis in US commodity market gold price in india Gold Rate Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ