બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આજ રોજ શુક્રવારે સોનું ફરી મોંઘુ થયું, જાણો શું છે તમારા શહેરમાં 24 કરેટ સોનાનો ભાવ, એક ક્લિકમાં
Last Updated: 10:45 AM, 6 December 2024
Gold Price Today: આજે શુક્રવારે (6 ડિસેમ્બર) સોનાના ભાવમાં વધારો થયો છે. ગુરુવારની સરખામણીમાં સોના-ચાંદીના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 78,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. અહીં જાણો દેશના મોટા શહેરોમાં દિલ્હી, મુંબઈ, પટના, જયપુર, અમદાવાદ, લખનઉમાં આજે સોનાનો ભાવ શું હતો.
ADVERTISEMENT
ચાંદીના ભાવમાં પણ વધારો થયો
સોના ઉપરાંત ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 92,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ગુરુવારની સરખામણીમાં આજે 1000 રૂપિયાનો વધારો થયો છે. જાણો આજના (6 ડિસેમ્બર) સોના-ચાંદીના ભાવ શું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : નહીં ઘટે તમારા લોનની EMI, RBIએ સતત 11મી વખત 6.5 ટકા પર રેપો રેટ રાખ્યો યથાવત
સોના અંગે નિષ્ણાતનો અભિપ્રાય
મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે, સોનાની કિંમત એક શ્રેણીમાં ટ્રેડ થઈ રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે આગામી વર્ષોમાં સોનું સારું વળતર આપશે. વર્ષ 2025માં સોનું 90,000 રૂપિયાના દરે પહોંચી શકે છે. ડૉલરની મજબૂતાઈ અને બોન્ડ યીલ્ડમાં વધારાની અસર સોનાની માંગ પર પડી છે. આ સિવાય ફુગાવા અંગેની ચિંતા અને આરબીઆઈના વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતાએ પણ સોનાના ભાવ પર અસર કરી છે.
જાણો દેશના પ્રમુખ શહેરના સોનાના ભાવ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.