બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 PM, 20 October 2020
ADVERTISEMENT
ઉલ્લેખનીય દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 268 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે જ, એક કિલો ચાંદીનો ભાવ 1126 રૂપિયા નીચે આવી ગયો છે. જો કે, બજારના નિષ્ણાતોના મતે દિવાળી પછી સોનામાં ફરી એક વખત વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
દિવાળી પછી સોનું પહોંચી શકે 52 હજારને પાર
આપને જણાવી દઇએ કે, ડિસેમ્બરના અંત સુધીમાં, સોનું તેની સર્વાંગી ઉચ્ચતમ સપાટીએ પહોંચી શકે છે. સોનામાં દર 500 થી 600 રૂપિયાના ઘટાડા સમયે રોકાણ કરી શકાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દિવાળી પછી સોના 52500 થી 53000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જઈ શકે છે.
વૈશ્વિક દરમાં થયો ઘટાડો
વૈશ્વિક દરમાં ઘટાડાને કારણે આજે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવ પણ ઘટ્યા હતા. એમસીએક્સ પર ડિસેમ્બર વાયદો 0.2 ટકા તૂટીને રૂ 50,584 પર પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદીનો વાયદો 0.35 ટકા ઘટીને રૂ. 61,882 પ્રતિ કિગ્રા રહ્યો છે. ગત સત્રમાં સોનાના ભાવમાં 0.24 ટકાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીમાં 0.6 ટકાનો વધારો થયો હતો.
આપને જણાવી દઇએ કે, અમેરિકન ડોલરમાં રિકવરી અને યુએસ પ્રોત્સાહન વાટાઘાટો અંગેની અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક સ્તરે, સોનાના ભાવ છેલ્લા બે મહિનાથી વધઘટનું ચાલુ રાખ્યું છે. ભારતમાં સોનાના ભાવ ઓગસ્ટમાં 56,200 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / શેરબજારમાં તેજીની હેટ્રિક, સેન્સેક્સમાં 1509 પોઈન્ટનો હાઈ જમ્પ, આ સ્ટોક ચમક્યા
Dinesh Chaudhary
બિઝનેસ / સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, 1 લાખની નજીક પહોંચ્યો ભાવ, જાણો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.