સોનાની કિંમતમાં એક દિવસના ભાવ વધારા બાદ ફરી ઘટાડો નોંધાયો છે. એસએસએક્સ પર ડિસેમ્બરના સોનાના વાયદામાં 0.5 ટકા ઘટાડો નોંધાયો છે. જે ઘટીને 50, 386 રુ પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. 3 મહિનામા આ સોનું બીજીવાર ઘટ્યું છે.
ગત સત્રમાં સોનાના એક ટકા એટલે કે લગભગ 500 રુપિયા વધ્યુ હતુ
સોનામાં ઘણી વધ ઘટ જોવા મળી છે
અઠવાડિયાની શરુઆતમાં આ 49, 500 રુપિયાથી નીચે ચાલી રહ્યુ હતુ
ગત સત્રમાં સોનાના એક ટકા એટલે કે લગભગ 500 રુપિયા વધ્યુ હતું. જ્યારે ચાંદી 1900 રુપિયા કિલોગ્રામ મોંઘુ થયું હતુ. સવારે અડધા કલાકમાં કારોબારમાં આનાથી 50450 રુપિયાના ન્યૂનતમ અને 50559 રુપિયાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યુ છે. 7 ઓગસ્ટે 56, 200 રુપિયાના રેકોર્ડની ઉંચાઈએ પહોંચ્યા બાદ સોનામાં ઘણી વધ ઘટ જોવા મળી છે. આ અઠવાડિયાની શરુઆતમાં આ 49, 500 રુપિયાથી નીચે ચાલી રહ્યુ હતુ.
વૈશ્વિક બજારોમાં આજે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલના સોનામાં 0.1 ટકા ઘટાડા સાથે 1896.03 ડૉલર પ્રતિ ઓંસ પર રહ્યું. ચાંદી 0.2 ટકા વધીને 24.22 ડૉલર પ્રતિ ઓંસ પર ગયું છે.
એક્સપર્ટનું માનવું છે કે ઓક્ટોબર- નવેમ્બર દરમિયાન અમૂમન સોનાની માંગ ઘણી વધી જાય છે. આનું કારણ છે તહેવારોની સીઝન. દિવાળીની નજીક સોનું હંમેશા ચમકે છે. પરંતુ કોરોનાના કારણે આ વખતે લોકોમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. જેની સીધી અસર સોનાની માંગ પર પડી રહી છે.
જોકે આ સમય સોનું ખરીદવા માટે સારો છે પણ સરાફા બજારમાં ઓછી ડિમાન્ડના કારણે ભારે ડિસ્કાઉન્ટ છતાં લોકો સોના તરફ આકર્ષાઈ રહ્યા નથી. ડિસ્કાઉન આપીને ડિલરો ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત સપ્તાહે 5 ડૉલર પ્રતિ ઔંસ એટલે કે લગભગ 130 રુપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.