આજકાલ સોના-ચાંદીના ભાવ જાણવાની તમામ લોકોને તાલેવેલી હોય છે. માર્કેટ ખૂલે અને ભાવ ઘટ્યા કે વધ્યા તે જાણવા માટે આપણે સતત ઉત્સુક હોઇએ છીએ ત્યારે ગુજરાતીઓ માટે અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે ખુશીના સમાચાર છે. ગાંધીનગર નજીક રહેલા ગીફ્ટ સીટીમાંથી હવે ભારત આખાના સોનાના ભાવ નક્કી થશે.
સોના-ચાંદીના ભાવ હવે ગુજરાત નક્કી કરશે
ગીફ્ટ સીટીમાં શરૂ થશે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ
નાણામંત્રીની મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, જ્વેલરી ઉદ્યોગમાં રહેલ પારદર્શિતાનો અભાવ તથા સોનાની ગુણવત્તા સહિતના વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવેલી છે. આ પોલિસી અંતર્ગત દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે આજરોજ પાટનગર ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ-સિટી)ના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત કરી છે.
ગીફ્ટ સીટીમાં શરૂ થશે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ
આ સાથે જ અહીં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ પણ શરુ કરવામાં આવશે. જેનો અર્થ એવો થાય કરી શકાય કે, આ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે અને પ્રાઇઝ મિકેનિઝમનો સીધો જ લાભ ગ્રાહકોને પ્રાપ્ત થશે.
ગીફ્ટ સીટી- ગાંધીનગર
પોલીસી તૈયાર કરવાની જવાબદારી IIMને સોંપાઇ
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને આપ્યો છે.