બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:03 PM, 23 January 2025
એક બાજુ શેરમાર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે તો બીજી બાજુ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સોનાએ ફરી તમામ રેકોર્ડ તોડીને તેના ઐતિહાસિક સ્તરે પહોચી ગયું છે. સોનાના ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. બુધવારે સોનાનો ભાવ 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર કરી ગયો હતો અને આજે પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં વધારા માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ શાસનમાં શેરબજારના વળતર અંગે અનિશ્ચિતતા વધી છે. આવી સ્થિતિમાં, રોકાણકારો સોનામાં વધુ પૈસા રોકી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 82,090 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં સોનાની માંગ અને વધતા ભાવને કારણે ભારતમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે. આ સાથે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાથી સોનાના ભાવ મજબૂત થયા છે.
નિષ્ણાતો કહે છે કે સોનું શ્રેષ્ઠ રોકાણ વિકલ્પોમાંથી એક છે, તેથી ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને શેરબજાર અંગે વધતી અનિશ્ચિતતાએ રોકાણકારોને સોનામાં વધુ રોકાણ કરવા પ્રેરણા આપી છે. જોકે, સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી રહ્યા હોવાથી લગ્નની સિઝન દરમિયાન છૂટક ઘરેણાંના વેચાણ પર અસર થવાની ધારણા છે.
દેશમાં સોનાના ભાવ માત્ર માંગ અને પુરવઠાથી પ્રભાવિત નથી થતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી પ્રવૃત્તિઓથી પણ પ્રભાવિત થાય છે. લંડન ઓટીસી સ્પોટ માર્કેટ અને કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ માર્કેટ સહિત મુખ્ય વૈશ્વિક બજારોમાં ટ્રેડિંગ પ્રવૃત્તિ દ્વારા પણ સોનાના ભાવ મોટાભાગે પ્રભાવિત થાય છે.
વધુ વાંચો : ન કમાયા ન ખોયા! શેર બજાર આજે ફ્લેટ બંધ, જાણો સેન્સેક્સ નિફ્ટી અને શેરની હલચલ
સોનાની કિંમત વિશ્વભરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા નક્કી કરવામાં આવે છે. તે સોનાના ભાવ યુએસ ડોલરમાં પ્રકાશિત કરે છે, જે બેંકરો અને બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. જ્યારે આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરે છે અને રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે તે નક્કી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.