Team VTV08:59 PM, 09 Nov 20
| Updated: 09:12 PM, 09 Nov 20
Pfizer Inc દ્વારા COVID-19 રસી વિશે સમાચાર આવ્યાની ગણતરીની મિનિટો બાદ અચાનક સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 1000 નો ઘટાડો થયો. Pfizer Inc એ સોમવારે સાંજે માહિતી આવી હતી કે કોવિડ -19 ની રોચાથામાં કંપનીની રસી 90% અસરકારક સાબિત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, કંપનીએ એક માહિતીના શરૂઆતના ડેટાના આધારે આ માહિતી આપી છે. Pfizer Inc અને જર્મન ભાગીદાર BioNTech SEએ કોરોના વાયરસ રસીના મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ બાદ સફળતા મળી છે.
સોનાના ભાવમાં 2 ટકાનો એટલે કે 1000 રૂપિયાનો કડાકો
આ સમાચાર આવ્યા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 2 ટકાનો એટલે કે 1000 રૂપિયાનો કડાકો બોલ્યો છો. ત્યારબાદ સોનાના ભાવ 51,165 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા હતા. તો આ તરફ ચાંદીના ભાવમાં 3.5 ટકા અથવા 2,205 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ઘટાડો થયો છે. ચાંદીનો વર્તમાન ભાવ 63,120 રૂપિયાની નજીક છે.
આજના સત્રમાં સોનું 50,677 થી રૂ. 52,520 ની વચ્ચે ટ્રેડ કરી રહ્યું
આજના સત્રમાં સોનું 50,677 થી રૂ. 52,520 ની વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક બજારમાં પણ સ્પોટ ગોલ્ડનો ભાવ 2 ટકા તૂટીને 1,909.99 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.આ રસી બનાવનારી આ બંને કંપનીઓએ જણાવ્યું હતું કે સલામતી અંગે હજી સુધી કોઇ ચિંતા બહાર આવી નથી. એવી અપેક્ષા છે કે આવતા મહિનામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી જશે.
સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાની ઉત્તમ તક
ફેસ્ટિવ સિઝનમાં RBI સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત આજથી થઇ છે. નાણાકીય વર્ષ 2020-21 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનું આ 8મું સબ્સ્ક્રિપ્શન છે જે રોકાણ કરવાનો સમય 9 નવેમ્બરથી 13 નવેમ્બર સુધીનો છે.
RBIએ આ વખતે સોનાની ઈશ્યુ પ્રાઈઝ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ છે. રિઝર્વ બેન્કે આપેલી માહિતી પ્રમાણે ઓનલાઇન ઈન્વેસ્ટ કરનાર લોકોને પ્રતિ ગ્રામ 50ની છૂટ મળશે. નોંધનીય છે કે ગઈ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક ગ્રામ સોનાનો ભાવ 5051 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આ વખતે સરકારી ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં ચાલી રહેલા સોનાના રેટથી ઓછા છે. આ કિંમત RBI દ્વારા નક્કી કરવામાં આવે છે. આ બોન્ડમાં ન્યુનતમ 1 ગ્રામ જેટલું રોકાણ કરી શકાય છે. આ રોકાણ ઉપર ટેક્સની છૂટ પણ મળે છે. આ ઉપરાંત બેન્કમાંથી પણ લોન મળી શકે છે.