gold prices fall by rs 5500 and silver down by rs 16500 know how much gold and silver will cost on diwali mcx future market
આનંદો /
સોના અને ચાંદીની કિંમતોમાં થયો ઘરખમ ઘટાડો, જાણો દિવાળીએ શું રહેશે ભાવ
Team VTV08:38 AM, 19 Oct 20
| Updated: 09:37 AM, 19 Oct 20
ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે ડિસેમ્બરનો વાયદા ભાવ 0.13 ટકા એટલે કે 2.50 ડોલરના ઘટાડા સાથે 1906.40 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થયો હતો. જ્યારે સોનાનો વૈશ્વિક હાજર ભાવ 9.42 ડોલરના ઘટાડા સાથે 1899.29 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થયો હતો. ચાંદીનો ડિસેમ્બરનો વાયદા ભાવ 0.18 ડોલરના વધારા સાથે 24.41 ડોલર પ્રતિ ઓંસ રહ્યો. જ્યારે વૈશ્વિક હાજર ભાવ 0.14 ડોલરના ઘટાડા સાથે 24.16 ડોલર પ્રતિ ઓંસ રહ્યો હતો.
સોના અને ચાંદીની કિંમતોમાં થયો ઘરખમ ઘટાડો
શુક્રવારે મોટા પ્રમાણમાં થયો ભાવમાં ઘટાડો
જાણો દિવાળી પર શું રહેશે સોના અને ચાંદીની કિંમતો
સોના અને ચાંદીની વાયદા કિંમતો પોતાના ઉચ્ચ સત્રથી નીચે આવી છે. એમસીએક્સ પર શુક્રવારે સોનાનો ડિસેમ્બરનો વાયદાભાવ 165 રૂપિયાના ઘટાડાની સાથે 50547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે ચાંદીનો ડિસેમ્બરનો વાયદા ભાવ 61676 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. સોનાની કિંમતમાં સૌથી વધારો ઓગસ્ટમાં જોવા મળ્યો હતો. સોનાની વાત કરીએ તો તેનો ડિસેમ્બરનો વાયદા ભાવ 6 ઓગસ્ટે 56015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે 16 ઓક્ટોબરે 5500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે રહ્યો છે. જો અત્યારના ભાવની સાથે તુલના કરીએ તો ચાંદીમાં 16500 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
દિવાળી સુધીમાં ભાવમાં મોટા ફેરફારની કોઈ આશા નહીં
બજારના જાણકારો કહે છે કે સોનાની કિંમતોમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે પહેલાંના સ્તરે આવશે. શેરબજારની ચાલના આધારે પણ તેમામં ફેરફાર આવી શકે છે. સોનાના ભાવ 50000 અને ચાંદીના ભાવ 60000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. આવનારા સમયમાં તેમા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તેમનું કહેવું છે કે દિવાળી સુધી સોનાની કિંમતોમાં કોઈ મોટા ઘટાડાના આસાર નથી. દિવાળી પર પણ સોનાના ભાવ 50-52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેશે.
ડોલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતી આવતા સસ્તું થયું સોનું
જાણકારોના આધારે છેલ્લા કેટલાક સમયમાં સોનાની કિંમતોમાં નોંધાયેલો ઘટાડો છેલ્લા 2 મહિનામાં ડોલરના સરખામણીએ રૂપિયામાં આવેલો વધારો છે. હાલમાં રૂપિયો 73થી 74ની વચ્ચે ચાલી રહ્યો છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78ના સ્તરે પહોંચે તેવી શક્યતા છે. રૂપિયામાં આવેલી મજબૂતીથી સોનાની કિંમત ઘટી છે. ડોલરમાં વધારો આવે તો લાંબા સમયે સોનાના ભાવ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.