બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 05:22 PM, 9 November 2022
ADVERTISEMENT
સોનાના ભાવ નહીં ઘટે, જાણો કેમ?
સોનાના ભાવ ઓછા થતા નથી. દિલ્હી માર્કેટની વાત કરીએ તો તેની કિંમતો 52 હજારથી ઉપર છે. અહીં ચાંદીનો ભાવ પણ આ જ છે. સોનાની જેમ ચાંદીએ પણ પોતાની ચમક યથાવત રાખી છે. તહેવારોની સિઝન ચાલી રહી છે અને ત્યારબાદ લગ્નની સિઝન પણ શરૂ થશે. લગ્નમાં ઘરેણા માટે સોનાની માંગ ભરપૂર હોય છે. એવામાં સોનાના ભાવમાં ઘટાડાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. ભાવમાં સતત વધારાની વાત કરીએ તો તેનુ સ્થાનિક કારણ ઓછુ અને આંતરરાષ્ટ્રીય કારણ વધુ છે. સોનાના ભાવમાં આગળ શુ થશે અને કયા ફેક્ટર પર ભાવ નક્કી કરશો. આવો આ અંગે જાણીએ.
ADVERTISEMENT
ક્રિપ્ટો વેચાણની અસર
નીચે ગગડેલો બિટકોઈન ઉપર આવતો નથી. ક્રિપ્ટોકરન્સીની ચમક હવે ફીક્કી પડી રહી છે, કારણકે લોકોને તેના નફા-નુકસાન અંગે ખબર પડી ગઇ છે. આ જ કારણ છે કે લોકો ક્રિપ્ટોકરન્સીને વેચીને જલ્દી નિકળવા માંગે છે. જેનાથી ક્રિપ્ટોનુ વેચાણ વધ્યું છે અને સોનામાં રોકાણની માંગમાં વધારો થયો છે. જેનાથી સોનાના ભાવને તેજી મળી રહી છે.
અફવાના કારણે સ્થિતિ બની તંગ
ક્રિપ્ટો માર્કેટમાં અફવાએ સોનાને મોંઘુ કરી દીધુ છે. વારંવાર ક્રિપ્ટો માર્કેટમાં અફવા ઉડે છે કે ફલાં ક્રિપ્ટો એક્સચેન્જ ક્રિપ્ટોકરન્સીનુ વિડ્રોલ રોકી રહ્યું છે. આવી અફવા ઉડતા જ રોકાણકાર પોતાના ક્રિપ્ટો વેચીને નિકળવાની આંધળી દોડમાં સામેલ થાય છે. કારણકે સોનુ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. તેથી ક્રિપ્ટોમાંથી નિકાળવામાં આવેલ પૈસા સોનામાં લગાવી શકાય છે.
ચીનમાં કોરોના પ્રકોપ
વિશ્વભરના વેપારીઓ અને રોકાણકારોને ચીનની કોવિડ મહામારીએ ચિંતામાં નાખી દીધા છે. ચીને જીરો કોવિડ પૉલિસી લાગુ કરી છે. ચીનમાં કોરોનાને હટાવવા માટે ગમે તેટલુ કડકપણે લોકડાઉન લાગુ કરવુ પડે ચીન સરકાર તેનાથી પાછળ હટતી નથી. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો ત્યાં લોકડાઉનની સ્થિતિ બની જાય તો આખી દુનિયાની આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. એવામાં લોકો આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનામાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.