આજે સોમવારે MCX પર Gold futuresના ભાવ 48172 રુપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યું છે.
ચાંદી લગભગ 0.30 ટકાની તેજી સાથે 61, 335 પ્રતિ કિલો પર
MCX પર Gold futuresના ભાવ 48172 રુપિયા પ્રતિ 10 ગ્રામ
સોનાનો ભાવ 46, 780 રુપિયા પ્રતિ 10 ગ્રામ
MCX પર Gold futuresના ભાવ 48172 રુપિયા પ્રતિ 10 ગ્રામ
સોનાની કિંમતમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે MCX પર Gold futuresના ભાવ 48172 રુપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યું છે. ત્યારે ચાંદી લગભગ 0.30 ટકાની તેજી સાથે 61, 335 પ્રતિ કિલો પર ચાલી રહ્યું છે.
સોનાનો ભાવ 46, 780 રુપિયા પ્રતિ 10 ગ્રામ
જોકે પોતાની રેકોર્ડ સ્તરથી સોનું હજું પણ સસ્તું ચાલી રહ્યું છે. લગ્નની સિઝન બાદ સોનામાં બહું વધારે તેજી જોવા નથી મળી. રવિવારે સરાફા બજારમાં 22 કેરેટ સોનાનો ભાવ 46, 780 રુપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું અને ચાંદીના ભાવ 61, 200 રુપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું.
રેકોર્ડ કિંમતથી લગભગ 8500 સસ્તું
ગત વર્ષ ઓગસ્ટના મહિનામાં સોનાના ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોચી ગયુ હતુ. ઓગસ્ટ 2020માં સોનાના ભાવમાં 55, 400 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતુ. જો આપણે આજે સોનાના ઓલ ટાઈમ હાઈ રેટની સરખામણી કરીએ તો સોનું પોતાનાા રેકોર્ડ સ્તરથી લગભગ 8500 રુપિયા સસ્તું છે.
શું છે 22 અને 24 કેરેટમાં અંતર
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુધ્ધ હોય છે. 22 કેરેટ ગોલ્ડમાં 9 ટકા ધાતુ જેમ કે તાંબુ, ચાંદી, જિંક ભેળવીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોના અદભૂત હોય છે પરંતુ તેનાથી આભૂષણ નથી બનાવી શકાતા. એટલા માટે મોટા ભાગે દુકાનદાર 22 કેરેટ સોનું વેચે છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.