gold price today rise rs 111 to rs 50734 per 10 gram on wednesday silver dip 1266 rupees to rs 60669 per kg check new prices us presidential election impact
અમેરિકન ઈલેક્શન ઈમ્પેક્ટ /
ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો જ્યારે સોનાના ભાવમાં આટલો વધારો, જાણો આજના ભાવ
ભારતીય બજારોમાં ગોલ્ડની કિંમત સતત વધી રહી છે. જોકે આજે સતત બીજા દિવસે કિંમતોમાં સામાન્ય તેજી નોંધાયી છે . દિલ્હી સરાફા બજારમાં બુધવારે સોનાની કિંમતોમાં રુપિયા 111 રુપિયા પ્રતિ 10 ગ્રામ વધારો નોંધાયો છે. જો કે આ દરમિયાન ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.
સોનામાં 111 રુપિયા પ્રતિ 10 ગ્રામ વધારો નોંધાયો છે
ચાંદી 1266 રુપિયા પ્રતિ કિલોગ્રામ ઘટી ગઈ છે
એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકાની ચૂંટણીના પરિણામની રાહમાં બજારમાં ભય છે. જેના કારણે મંગળવારે દિલ્હી સરાફા બજારમાં સોનું 50,632 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી મંગળવારે 61935 રુપિયા પ્રતિ કિલો પર હતું. બુધવારે સોનાના ભાવમાં 111 રુપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યું હતુ. રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતા વાળા સોનનો ભાવ 50743 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ પહેલા કારોબારી સત્રમાં સોનાનો ભાવ 50 632 રુપિયે બંધ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ વધીને 1895 ડૉલર પ્રતિ ઓંસ રહ્યો છે જ્યારે ચાંદીનો ભાવ 23.60 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યો છે.
ચાંદીમાં આજે ઠીકઠાક ઘટાડો થયો છે. દિલ્હી સરાફા બજારમાં બુધવારે ચાંદી 1266 રુપિયા પ્રતિ કિલોગ્રામ ઘટી ગઈ છે. જેના ભાવ 60,669 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.ડોલરની સરખામણીએ આજે 35 પૈસાનો ઘટાડો આવ્યો છે. આ 74.76ના સ્તર પરપહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે હાલ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામની રાહ જોવાઈ રહી છે. જો બાઈડેન તથા ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે જબરજસ્ત ટક્કર છે . જેના કારણે કેપિટલ માર્કેટ ડરેલું છે.