gold price today rise but still down rupees 8600 from record highs silver rate up
તમારા કામનું /
રોજ વધી રહ્યા છે સોના- ચાંદીના ભાવ, જલ્દી કરો ખરીદી, હજું પણ રેકોર્ડ હાઈથી 8600 રુપિયા સસ્તું છે સોનું
Team VTV01:29 PM, 22 Oct 21
| Updated: 01:30 PM, 22 Oct 21
સોનું હાલ રેકોર્ડ સ્તરથી 8600 રુપિયા સસ્તું મળી રહ્યું છે. સોનાના ભાવમાં 0.35 ટકાની તેજી નોંધાયી છે.
સોનું હાલ રેકોર્ડ સ્તરથી 8600 રુપિયા સસ્તું મળી રહ્યું
સોનાના ભાવમાં 0.35 ટકાની તેજી નોંધાયી છે
ચાંદીની કિંમત 0.49 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી છે
સોનાના ભાવમાં 0.35 ટકાની તેજી નોંધાયી છે
તહેવારોની સીઝન શરુ થઈ ગઈ છે અને આની સાથે સોના- ચાંદીએ જોર પકડવાનું શરુ કરી દીધું છે. તેવામાં જો ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તમારા માટે સારી તક છે. કેમ કે સોનું હાલ રેકોર્ડ સ્તરથી 8600 રુપિયા સસ્તું મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બર વાળા સોનાના ભાવમાં 0.35 ટકાની તેજી નોંધાયી છે. ત્યારે ચાંદીની કિંમત 0.49 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી છે.
56,200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યુ હતુ સોનું
ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે MCX અનુસાર આજે સોનુ 48, 278 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 8632 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.
સોનાના ભાવમાં આવી શકે છે તેજી
એક્સપર્ટ અનુસાર દિવાળીથી લઈને ડિસેમ્બર સુધી સોનાનો ભાવ 57 હજાર રુપિયાથી લઈને 60 હજાર સુધી જઈ શકે છે. જ્યાં સુધી ચાંદીની વાત છે તો તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ટ્રેડર્સનું માનવું છે કે દિવાળી અથવા વર્ષના અંત સુધી ચાંદીની કિંમતો 76,000 થી 82,000 રુપિયા પ્રતિ કિલો સુધી આવી શકે છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.