બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold price today rise amid coronavirus new variant omicron outbreak check latest sone ka bhav samp

તમારા કામનું / ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો, જાણો આજે કેટલું મોંઘુ થયુ સોનું

Dharmishtha

Last Updated: 12:11 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સ્ટ્રેનથી સોનું 1835 ડોલરના સ્તર પર આવી શકે છે.

  • સોનાની માંગમાં હજું તેજી આવશે
  •  સોનાના ભાવ 0.18 ટકાની વૃદ્ધિ
  • સાનું આજે 47,800 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર

સોનાની માંગમાં હજું તેજી આવશે

કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોન હવે વાણિજ્ય અને વ્યાપારની દુનિયાને પોતાની અડફેટમાં રહી રહ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નવા સ્ટ્રેનથી સોનું 1835 ડોલરના સ્તર પર આવી શકે છે. જે હાજર સ્તરથી લગભગ 2 ટકા વધારે છે. વધેલા પ્રતિબંધ, લોકડાઉન અને આર્થિક ગતિવિધિયો પર તે બાદથી અસરથી સોનાની માંગમાં હજું તેજી આવશે. વિશ્લેષકોને આશા છે કે સોનું 47, 000 રુપિયાથી 50 હજારની રેન્જમાં આવી શકે છે.

MCX પર સોનાના ભાવમાં તેજી આવી

આજે મંગળવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ 0.18 ટકાની વૃદ્ધિની સાથે આજે 47,800 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યા છે. વિશ્લેષકોએ સંકેત આપ્યા છે કે જો પ્રતિબંધ અને લોકડાઉન કડકાઈથી લાગૂ કરવામાં આવે છે તો સોનામાં મજબૂતી જોવા મળશે. ત્યારે જો ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી 0.12 ટકા તુટીને 61, 668 રુપિયા કિલો પર કારોબાર કરી રહી છે.

મિસ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

 

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold silver variant omicron ચાંદી ભાવ સોનું Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ