સોનું 0.12 ટકાની તેજીની સાથે 45, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર
ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને SEBI રેગુલેશન્સ હેઠળ અપ્રૂવલ આપ્યું
ચાંદી વાયદો 0.14 ટકાની તેજી સાથે 60,551 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર
સોનું 0.12 ટકાની તેજીની સાથે 45, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર
આજે બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબરે સોનું 09.19 કલાક પર 0.12 ટકાની તેજીની સાથે 45, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. સપ્ટેમ્બરે ચાંદી વાયદો 0.14 ટકાની તેજી સાથે 60,551 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.
ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને SEBI રેગુલેશન્સ હેઠળ અપ્રૂવલ આપ્યું
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડે ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને પરવાનગી આપી છે. ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને SEBI રેગુલેશન્સ હેઠળ અપ્રૂવલ આપ્યું છે. સિક્યોરિટીઝ કોન્ટેક્ટ રેગુલેશન એક્ટ હેઠળ ઈલેક્ટ્રોનીક ગોલ્ડ રેસિટ્સને સિક્યોરિટીઝ તરીકે ઈશ્યૂ અને નોટિફાઈ કરવામાં આવશે. આ રીતે એક્સચેન્જ પહેલાથી ચાલી રહ્યું છે. દેશમાં પણ ગોલ્ડના ટ્રેડમાં પારદર્શિતા વધારવા માટે એક્સચેન્જ શરુ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
મિસ્ડ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.