બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લગ્ન ગાળાની સીઝન ટાણે જ સોનું થયું સસ્તું, ચાંદીની ચમક પણ ફિક્કી પડી, જાણો આજના લેટેસ્ટ રેટ

બિઝનેસ / લગ્ન ગાળાની સીઝન ટાણે જ સોનું થયું સસ્તું, ચાંદીની ચમક પણ ફિક્કી પડી, જાણો આજના લેટેસ્ટ રેટ

Last Updated: 10:25 AM, 14 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-Silver Prices : સ્થાનિક સ્તરે સોનાના વાયદામાં લાલ કારોબાર થતો જોવા મળ્યો, ગુરુવારે સવારે સોનાની કિંમતમાં ઘટાડો

Gold-Silver Prices : સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુરુવારે સવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે સોનાના વાયદામાં લાલ કારોબાર થતો જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે 5 ડિસેમ્બર, 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું MCX એક્સચેન્જ પર 0.81 ટકા અથવા રૂ. 607 ઘટીને રૂ. 73,875 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. ગુરુવારે સવારે પણ વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો

સોનાની સાથે ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં પણ ગુરુવારે સવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે MCX એક્સચેન્જ પર 5 ડિસેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 1.20 ટકા અથવા રૂ. 1072 ઘટીને રૂ. 88,125 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. 5 માર્ચ, 2025ના રોજ ડિલિવરી માટે ચાંદી 1.25 ટકા અથવા 1143 રૂપિયા ઘટીને 90,381 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

આવો જાણીએ શું છે સોનાની વૈશ્વિક કિંમત ?

ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર કોમેક્સ પર સોનાની વૈશ્વિક કિંમત 0.75 ટકા અથવા $19.40 ઘટીને 2567.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. ગોલ્ડ સ્પોટ 0.41 ટકા અથવા 10.51 ડોલરના ઘટાડા સાથે 2562.47 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

વધુ વાંચો : શેર બજારના ઘટાડા પર વાગી બ્રેક, આજે કેવી રહી માર્કેટની ચાલ, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ

આવો જાણીએ શું છે ચાંદીના વૈશ્વિક ભાવ ?

સોનાની સાથે સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ગુરુવારે સવારે ઘટાડો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદી 1.40 ટકા અથવા $0.43 ઘટીને 30.24 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. ચાંદી હાજર 0.54 ટકા અથવા 0.16 ડોલરના ઘટાડા સાથે 30.14 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bloomberg Gold Price Today Gold-Silver Prices
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ