બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 01:12 PM, 11 November 2022
ADVERTISEMENT
સોના-ચાંદીના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની કિંમત 52000 રૂપિયાને પાર કરી ગઈ છે. ત્યાં જ ચાંદીના ભાવ પણ 62000ને પર ટ્રેન્ડ કરી રહ્યા છે. બીજી તરફ ઈન્ટનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કેટલું મોંઘુ થયું સોનું અને ચાંદી?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.19 ટકાના વધારા સાથે 52210 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. ત્યાંજ ચાંદીની કિંમત 0.41 ટકા વધીને 62166 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર છે.
ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા સોના-ચાંદીના ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનાની હાલની કિંમત 2.71 ટકા વધીને 1,751.91 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. ત્યાં જ ચાંદીના હાજર ભાવ 3 ટકા વધીને 21.65 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયા છે.
હોલમાર્ક જોઈને જ કરો સોનાની ખરીદી
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT