બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સોનું ફરી સસ્તું થયું, જલ્દી કરો! ક્યાંક પાછો વધારો ના થઇ જાય, જાણો 10 ગ્રામના લેટેસ્ટ રેટ
Last Updated: 11:41 AM, 12 February 2025
Gold Price Today : ઘણા દિવસો પછી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અંગે સમગ્ર વિશ્વમાં ચિંતા છે, જેના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા હતા. આ ચિંતા હજુ પણ યથાવત છે, પરંતુ તેમ છતાં આજે સોનું સસ્તું થઈ ગયું છે. મંગળવારે રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા બાદ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. મીડિયા અહેવાલો મુજબ સોનાના ભાવમાં 700 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. ગઈકાલે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,380 રૂપિયા હતો, આજે તે ઘટીને 86,670 રૂપિયા થઈ ગયો છે. સોનાના ભાવમાં આ ઘટાડાનું કારણ પ્રોફિટ બુકિંગ છે. જોકે ભવિષ્યમાં તેની કિંમતો ફરી વધી શકે છે.
ADVERTISEMENT
તો શું આ કારણે ઘટાડો થયો ?
સોનાના ભાવમાં ઘટાડો રોકાણકારો માટે સારા સમાચાર છે અને તે તેમના માટે ખરીદી કરવાની એક મોટી તક પણ છે. મંગળવારે રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા બાદ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. સોનાના ભાવમાં 700 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. ગઈકાલે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,380 રૂપિયા હતો આજે તે ઘટીને 86,670 રૂપિયા થઈ ગયો છે. સોનાના ભાવમાં આ ઘટાડાનું કારણ પ્રોફિટ બુકિંગ છે. જોકે, ભવિષ્યમાં તેની કિંમતો ફરી વધી શકે છે.
ADVERTISEMENT
નિષ્ણાતો કહે છે કે, સોનાના ભાવમાં ઘટાડાનું કારણ પ્રોફિટ બુકિંગ છે. રોકાણકારોએ નફો બુક કર્યો છે જે એક સારી વ્યૂહરચના છે. ખાસ કરીને જે રોકાણકારોએ ગયા વર્ષે દિવાળીની આસપાસ સોનામાં રોકાણ કર્યું હતું, તેમણે થોડું સોનું વેચીને નફો કમાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ ટેરિફ અંગે ચિંતાઓ છે આવી સ્થિતિમાં સોનું ફરીથી તેજીથી ચાલી શકે છે. આ ઘટાડો કામચલાઉ છે.
શું તમે જાણો છો કિંમતો પર કેવી અસર પડે છે?
દેશમાં સોનાના ભાવ માત્ર માંગ અને પુરવઠાથી પ્રભાવિત નથી થતા પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી પ્રવૃત્તિઓથી પણ પ્રભાવિત થાય છે. લંડન ઓટીસી સ્પોટ માર્કેટ અને કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ માર્કેટ સહિત મુખ્ય વૈશ્વિક બજારોમાં ટ્રેડિંગ પ્રવૃત્તિ દ્વારા પણ સોનાના ભાવ મોટાભાગે પ્રભાવિત થાય છે.
કોણ નક્કી કરે છે કિંમત ?
લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા વિશ્વભરમાં સોનાની કિંમત નક્કી કરવામાં આવે છે. તે સોનાના ભાવ યુએસ ડોલરમાં પ્રકાશિત કરે છે, જે બેંકરો અને બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરે છે અને રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે તે નક્કી કરે છે.
વધુ વાંચો : શેરબજારના ઘટાડા પર કોઈ જ બ્રેક નહીં, નુકસાન સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.