બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાના ભાવ પિગળ્યાં! ચાંદીની ચમક પણ થઈ ઓછી, જાણો ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ

Gold Price / સોનાના ભાવ પિગળ્યાં! ચાંદીની ચમક પણ થઈ ઓછી, જાણો ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ

Last Updated: 11:21 AM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today: અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓની તરફથી આ વર્ષે ફક્ત એક વખત વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં હાજર સોનું 2,313 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં કમજોરી અને ભીષણ ગરમીના કારણે ભારતમાં સોનાના ભાવ ઘટ્યા છે. ત્યાં જ આ ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. HDFC સિક્યોરિટીઝની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર દિલ્હીના સરાફા બજારમાં ગુરૂવારે સોનું 50 રૂપિયા ઘટવાની સાથે 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું.

GOLD-PRICE-FINAL

જોકે બુધવારે વેપારી સત્રમાં સોનું 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ત્યાં જ ચાંદીની કિંમત પણ 550 રૂપિયા ઘટીને 90,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આવી ગઈ. બુધવારે સત્રમાં આ 91,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

ફેડરલ રિઝર્વના સંકેતથી સોનું થયું કમજોર

HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્વેષર-જિંસ સૌમિલ ગાંધીએ કહ્યું કે દિલ્હીના બજારોમાં 24 કેરેટ વાળા હાલના સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહી છે. જે છેલ્લા બંધ ભાવથી 50 રૂપિયા ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં હાલ સોનું 2,313 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. જે છેલ્લા બંધ ભાવથી બે ડોલર ઓછુ છે.

silver

ચાંદીની કિંમતમાં સામાન્ય ઘટાડા સાથે 29.30 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. જે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 29.35 ડોલર પ્રતિ ઔંસ પર હતી. તેમણે કહ્યું કે અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓની તરફથી આ વર્ષે ફક્ત એક વખત વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યા બાદ સોનામાં ભાવ વધારે ઘટ્યો છે અને તે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે.

વાયદા વેપારમાં પણ સોનું ઘટ્યુ

ઓછી માંગની વચ્ચે વાયદા બજારમાં ગુરૂવારે સોનાની કિંમત 468 રૂપિયા ઘટડાની સાથે 71,502 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓગસ્ટ મહિનામાં સપ્લાય માટેના કોન્ટ્રાક્ટમાં કિંમત 468 રૂપિયા અથવા 0.65 ટકા ઘટીને 71,502 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જેમાં 14,896 લોટનો વેપાર થયો.

Gold-rate_0

વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 1.01 ટકા ઘટાડાની સાથે 2,330.90 ડોલર પ્રતિ ઔંસ છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે વૈશ્વિક બજારોમાં કમજોરીના કારણે સોનાના વાયદા બજારની કિંમતોમાં ઘટાડો થયો છે.

વધુ વાંચો: આ ઉપાયથી યમરાજના ભયથી થશો મુક્ત! મોત બાદ નહીં સહન કરવી પડે પીડા

WhatsApp Image 2024-06-13 at 6.04.26 PM

વાયદા બજારમાં ચાંદીની ચમક પડી ફિકી

વાયદા બજારમાં ચાંદીના ભાવ ગુરૂવારે 1652 ઘટીને 88,793 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા હતા. ઓછી માંગના કારણે વેપારીઓ પણ વાયદા બજારમાં તેને ઘટાડી રહ્યા છે. એમસીએક્સમાં જુલાઈમાં ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રાક્ટની કિંમત 1652 રૂપિયા અથવા 1.83 ટકા ઘટીને 88,793 પ્રતિ કિલો થઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં ચાંદીની કિંમત 2.95 ટકા ઘટીને 29.37 ડોલર પ્રતિ ઔંસ છે.

સંકળાયેલા મુદ્દાઓ

સોનાના ભાવ Silver Price Gold Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ