બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / દિવાળી / આનંદો! દિવાળી પહેલા-પહેલા આવ્યાં ગુડ ન્યૂઝ: ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Last Updated: 11:29 AM, 18 October 2024
આ અઠવાડિયે સોના ચાંદીના વાયદા બજારની શરૂઆત સુસ્ત રહી છે. બન્નેના વાયદા ભાવ આજે ઘટાડાની સાથે ખુલ્યા. આજે સોનાના વાયદા ભાવ 75,900 રૂપિયાની નજીક છે. જ્યારે ચાંદીના વાયદા ભાવ 91,550 રૂપિયાની નજીર વેપાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.
ADVERTISEMENT
સોનાના વાયદા ભાવ ઘટ્યા
સોનાના વાયદા ભાવની શરૂઆત આજે સુસ્ત થઈ. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 194 રૂપિયાના ઘટાડાની સાથે 75,851 રૂપિયાના ભાવ પર ખુલ્યો. આ કોન્ટ્રાક્ટ 156 રૂપિયાના ઘટાડાની સાથે 75,889 રૂપિયાના ભાવ પર વેપાર કરી રહ્યો હતો.
ADVERTISEMENT
આ સમયે સોનાએ 75,898 રૂપિયાના ભાવ પર દિવસની ઉચ્ચ અને 75,850 રૂપિયાના ભાવ પર દિવસની નિચલી સપાટીને સ્પર્શ કરી લીધી હતી.
ચાંદી થઈ સસ્તી
ચાંદીના વાયદા ભાવની શરૂઆત આજે સુસ્ત રહી. MCX પર ચાંદીનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 134 રૂપિયાના ઘટાડા સાથે 92,223 રૂપિયા પર ખુલ્યો.
વધુ વાંચો: ગુરુનું વક્રી એકસાથે 12 રાશિના જાતકોને કરશે અસર, જુઓ કોને થશે નુકસાન, કોને થશે ફાયદો
આ સમયે આ કોન્ટ્રાક્ટ 827 રૂપિયાના ઘટાડાની સાથે 91,530 રૂપિયાના ભાવ પર વેપાર કરી રહ્યો હતો. આ સમયે તેણે 92,223 રૂપિયાના ભાવ પર દિવસની હાઈ અને 91,44 રૂપિયાના ભાવ પર દિવસની નિચલી સપાટી સ્પર્શ કરી છે. આ વર્ષે ચાંદીના વાયદા ભાવે 96,439 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સ્તર સ્પર્શી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.