જો તમે હોળી પર સોનાની ખરીદી કરવાનુ વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણકે સોનુ સસ્તુ થઇ ગયુ છે.
સોનાના ભાવમાં ઘટાડો
ચાંદીની કિંમતમાં પણ ઘટાડો
વધી શકે છે સોના-ચાંદીના ભાવ
ભારતમાં સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સોનાના ભાવમાં 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે. ઘટાડા બાદ સોનાનો ભાવ પણ બદલાયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 43920થી ઘટીને 43760 રૂપિયા થયો હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 44920 થી ઘટીને 44760 રૂપિયા થયો છે. છેલ્લા 6 મહિનામાં સોનાનો ભાવ 10000 રૂપિયા જેટલો ઘટ્યો છે.
ગુડ રિટર્ન વેબસાઇટ પર દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને ચેન્નઇમાં 10 ગ્રામ સોનાની કિંમત 42160 રૂપિયા છે. મુંબઇમાં સોનાનો ભાવ 43760 રૂપિયા છે.
22 અને 24 કેરેટ સોનાની કિંમત
આજે કેરળમાં જો તમે 22 કેરેટ સોનુ ખરીદી રહ્યાં છો તો તમારે 41700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આપવા પડશે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 45490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 અને 24 કેરેટ સોનાની કિંમત 47840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પટનામાં 22 કેરેટ અને 24 કેરેટનો ભાવ ક્રમશ: 4370 અને 44760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
48000 સુધી પહોંચી શકે છે સોનુ
ગુપ્તાએ કહ્યું કે સોનાની કિંમત વર્તમાનમાં 44400 છે પરંતુ તે જલ્દી જ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ શકે છે. અનુજ ગુપ્તાએ કહ્યું કે આગલા બે મહિનામાં સોનાના ભાવ 48000 સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી આગલા બે મહિનામાં 70000 થી 72000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
શુક્રવારે ઘટ્યો ભાવ
હોળી વિકેન્ડમાં આવી રહી છે અને શુક્રવારના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગુડ રિટર્ન વૅબસાઇટ અનુસાર જો તમે આજે સોનુ ખરીદવા ઇચ્છો છો તે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 43,920 રૂપિયા છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ 44,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
MCX પર સોનાનો ભાવ 159 રૂપિયા ઘટીને 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 345 રૂપિયા ઘટાડો આવ્યો અને 64,900 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ ગયો છે.
ઇનવેસ્ટ કરવુ કેટલુ ફાયદાકારક ?
કોમોડિટી વિશેષજ્ઞો અનુસાર સોના અને ચાંદી બંનેના સેન્ટિમેન્ટ્સ સકારાત્મક છે અને ઇનવેસ્ટર્સને સોના અને ચાંદી બંનેમાં ઇનવેસ્ટ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે MCX પર સોનાની કિંમત 48000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 72000 રૂપિયા પ્રતિ 1 કિલો પહોંચવાની શક્યતા છે.
IIFL સિક્યોરીટીઝમાં કોમોડીટીઝ અને કરન્સી ટ્રેડના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીની કિંમતો પર વાત કરતા કહ્યું કે સોનાની કિંમતમાં આ ઘટાડો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતના કારણે આવ્યો છે.