મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી નોંધવામાં આવી છે.
ચાંદીની કિંમતમાં આજે વધારો થઈ ગયો
સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી નોંધવામાં આવી છે
તેજી છતાં રેકોર્ડ સ્તરથી 8565 રુપિયા સસ્તું મળી રહ્યું છે સોનું
સોના- ચાંદીના ભાવમાં એક વાર ફરી તેજી નોંધાયી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી નોંધવામાં આવી છે. ત્યારે ચાંદીની કિંમતમાં આજે વધારો થઈ ગયો છે. આજે સિલ્વર 0.11 ટકાની તેજીની સાથે કારોબાર કરી રહી છે.
તેજી છતાં રેકોર્ડ સ્તરથી 8565 રુપિયા સસ્તું મળી રહ્યું છે સોનું
ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે ડિસેમ્બર વાયદા મુજબ MCX પર આજે સોનુ 47,635 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 8,565 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.
જાણો શું છે સોના ચાંદીના ભાવ
ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.49 ટકાની તેજીની સાથે 47, 635 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.11 ટકા સરકીને છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 61,190 રુપિયા છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.