જો તમે પણ આ સમયે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે સારી તક છે.
રેકોર્ડ સ્તર પર પહોંચી સોનાની કિંમત
જાણો કેટલા છે 10 ગ્રામ સોનાના ભાવ
ભાવમાં 1.12 ટકાનો જોરદાર ઘટાડો
પાછલા થોડા દિવસોથી સોનાના ભાવમાં સતત વધારા બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ આ સમયે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે. ગુરૂવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 1.12 ટકાના જોરદાર ઘટાડો થયો છે. ત્યાં જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.
રેકોર્ડ હાઈથી લગભગ 8000 રૂપિયા સસ્તું
MCX પર ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યાં જ એમસીએક્સ અનુસાર, આજે સોનાનો ભાવ 48,305 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. એટલે કે હજુ પણ ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 7,900 સસ્તુ મળી રહ્યું છે.
જાણો આજે કેટલું સસ્તુ થયું સોનું
મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવ 1.12 ટકા ઘટાડાની સાથે 48,305 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર વ્યાપાર કરી રહ્યું છે. ત્યાં જ ચાંદીના ભાવ 1.23ના ઘટાડા બાદ 63,282 રૂપિયા પ્રતિ કિલો પર આવ્યા છે.