આજે સોનું રેકોર્ડ હાઈ પર 9059 રુપિયા સુધી સસ્તુ થઈ ગયું છે.
MCX સોનાના ભાવમાં વધારો નોંધાયો
સોનાના ભાવમાં 0.19 ટકાની તેજી
ચાંદી 0.02 ટકાના સામાન્ય વધારા સાથે 60, 963 રુપિયા
સોનું રેકોર્ડ હાઈ પર 9059 રુપિયા સસ્તું
સોના ચાંદીના ભાવમાં આ સમયે ઉતાર ચઢાવ જારી છે. તેવામાં જો ખરીદીનો પ્લાન કરી રહ્યા છો તો આ સારો મોકો છે. ગત કેટલાક દિવસમાં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે બાદ સોનું રેકોર્ડ હાઈ પર 9059 રુપિયા સુધી સસ્તુ થઈ ગયું છે. હાલમાં આજે મલ્ટી કમોડિટી એક્સસેન્જ પર સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.
સોનાના ભાવમાં 0.19 ટકાની તેજી
મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બર ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.19 ટકાની તેજી નોંધાઈ છે. ત્યારે ચાંદીની કિંમતો 0.02 ટકાના સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહી છે.
જાણો શું છે સોના ચાંદીનો ભાવ
ડિસેમ્બર ડિલીવરી વાલા ગોલ્ડની કિંમત આજે 0.19 ટકાની તેજી સાથે 47, 141 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજે કારોબારમાં ચાંદી 0.02 ટકાના સામાન્ય વધારા સાથે 60, 963 રુપિયા પર કારોબાર કરી રહી છે.
ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યુ હતુ સોનું
ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે ડિસેમ્બર MCX પર સોનું 47, 141 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 9059 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.