આજે ડિસેમ્બર ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.02 ટકા ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાંદીની કિંમતમાં 0.14 ટકાની તેજી છે.
સોનાના ભાવમાં 0.02 ટકા ઘટાડો નોંધાયો
ચાંદીની કિંમતમાં 0.14 ટકાની તેજી
આજે 1 કિલો ચાંદીનો ભાવ 62, 376 રુપિયા
સોનાના ભાવમાં 0.02 ટકા ઘટાડો નોંધાયો
સોનાના ભાવમાં સતત 2 દિવસની તેજી બાદ ઘટાડો આવ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બર ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.02 ટકા ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાંદીની કિંમતમાં 0.14 ટકાની તેજી સાથે કારોબાર કરી રહી છે.
જાણો શું છે સોના- ચાંદીનો ભાવ
ઓક્ટોબર ડિલીવરીવાળા ગોલ્ડની કિંમત આજે 0.02 ટકાના ઘટાડા સાથે 47, 795 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.14 ટકા નીચે સરકી ગઈ છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 62, 376 રુપિયા છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.