બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / gold price today 07 december 2021 down rs 8300 from record high check 22 carat gold rate
Dharmishtha
Last Updated: 12:39 PM, 7 December 2021
ADVERTISEMENT
સોનાના ભાવમાં આજે 7 ડિસેમ્બર 2021એ એક વાર ફરી ઘટાડો નોંધવામાં આવ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.05 ટકાનો ઘટાડો આવ્યો. ત્યારે ચાંદીની કિંમત 0.8 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. તેવામાં જો ખરીદી કરવાનો પ્લાન બની રહ્યો છે તો આ સારી તક છે.
જાણો શું છે સોના- ચાંદીનો ભાવ
ADVERTISEMENT
ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.05 ટકાના ઘટાડાની સાથે 47, 890 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.8 ટકા લપચી છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 61,221 રુપિયા છે.
રેકોર્ડ સ્તરથી 8310 રુપિયે સસ્તું વેચાઈ રહ્યું છે સોનું
વર્ષ 2020ની વાત કરીએ તો તેની સરખામણીએ MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે ડિસેમ્બર વાયદા MCX અનુસાર આજે સોનુ 47, 890 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 8310 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરી શકો છો સોનાની શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.