બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાના ભાવમાં વધારો, ચાંદીની ચમક પણ વધી, લેતા પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ

Gold price / સોનાના ભાવમાં વધારો, ચાંદીની ચમક પણ વધી, લેતા પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ

Last Updated: 09:55 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોનું 241 રૂપિયા અને ચાંદીના ભાવમાં 671 રૂપિયાનો વધારો થયો છે. આજે 24 કેરેટ સોનું 71619 રૂપિયા પર ખુલ્યું છે. સોમવારે તે 71378 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે બંધ થયો હતો. બીજી તરફ ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે અને 82151 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

સોના ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આજે ફરી સોના ચાંદીના ભાવનાં વધારો થયો છે. બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સોનું 241 રૂપિયા અને ચાંદીના ભાવમાં 671 રૂપિયાનો વધારો થયો છે. આજે 24 કેરેટ સોનું 71619 રૂપિયા પર ખુલ્યું છે. બીજી તરફ ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે અને 82151 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

gold-final

સોના ચાંદીના ભાવ વધ્યા

સોના અને ચાંદીના આ દર IBJA દ્વારા જારી કરવામાં આવ્યા છે. આના પર કોઈ GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી. શક્ય છે કે તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં રૂ. 1000 થી રૂ. 2000 નો તફાવત હોય. આજે 23 કેરેટ સોનાનો ભાવ 240 રૂપિયા વધીને ₹71332 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાના 10 ગ્રામ માટે તમારે 65603 રૂપિયા ચૂકવવા પડશે. આજે આ સોનામાં 221 રૂપિયાનો વધારો નોંધાયો છે. 18 કેરેટ સોનાના ભાવમાં આજે એટલે કે મંગળવારે 180 રૂપિયાનો વધારો થયો છે અને આજે તે 10 ગ્રામ દીઠ 53714 રૂપિયાના દરે ખુલ્યો છે. જ્યારે 14 કેરેટ સોનાની કિંમત આજે 141 રૂપિયા વધીને 41897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.

gold-price-final

સોનાનો ભાવ હવે 73767 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

GST સાથે 24 કેરેટ સોનાનો ભાવ હવે 73767 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જેમાં 2148 રૂપિયાનો GST સામેલ છે. જ્યારે GST સાથે 23 કેરેટ સોનાની કિંમત 73471 રૂપિયા છે. 3% GST મુજબ તેમાં 2139 રૂપિયા વધુ ઉમેરવામાં આવ્યા છે. જો 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો આજે તે GST સાથે 67571 રૂપિયા પર પહોંચી ગયો છે. તેમાં 1968 રૂપિયા GST તરીકે ઉમેરવામાં આવ્યા છે.

Gold-rate_0

વધુ વાંચો : એક પણ રુપિયાના રોકાણ વિના શરૂ કરો આ બિઝનેસ, ધીરે-ધીરે પહોંચી જશો રેકોર્ડબ્રેક કમાણી સુધી

GST સહિત 18 કેરેટ સોનાની કિંમત

18 કેરેટ સોનાની કિંમત 1611 રૂપિયા જીએસટી ઉમેર્યા બાદ હવે 53714 રૂપિયા થઈ ગઈ છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો હજુ આમાં સામેલ નથી. જીએસટી સહિત એક કિલો ચાંદીનો ભાવ રૂ.84615 પર પહોંચી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silverprices Goldandsilverpricesrise Goldprice
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ